રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. Priyanka Gandhi વાયનાડથી પેટાચૂંટણી લડશે. રાહુલ અને ખડગેએ સોમવારે કોંગ્રેસની 2 કલાકની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડશે અને રાયબરેલી બેઠક પોતાની પાસે રાખશે. Priyanka Gandhi વાયનાડથી પેટાચૂંટણી લડશે. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ હાજર રહ્યા હતા.”
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે “મારું વાયનાડ અને રાયબરેલી સાથે ભાવનાત્મક જોડાણ છે. હું છેલ્લા 5 વર્ષથી વાયનાડનો સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ચૂંટણી લડશે પરંતુ હું સમયાંતરે વાયનાડની મુલાકાત પણ લઈશ. રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે, હું ખુશ છું કે હું ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરીશ પરંતુ તે એક અઘરો નિર્ણય હતો.”
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે હું વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું. હું વાયનાડને તેમને (રાહુલ ગાંધી) ગુમાવવા નહીં દઉં. અમે રાયબરેલી અને વાયનાડ બંનેમાં હાજર રહીશું.”
ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “કોંગ્રેસ એ પાર્ટી નથી પણ પરિવારનો ધંધો છે અને આ વાત આજે સાબિત થઈ ગઈ છે. માતાએ રાજ્યસભામાં પ્રવેશ કર્યો છે, પુત્રએ એક બેઠક પરથી લોકસભામાં પ્રવેશ કર્યો છે અને પ્રિયંકા ગાંધીને બીજી લોકસભા બેઠક પરથી સભ્ય બનાવવામાં આવ્યા છે.”
આ પણ વાંચો: Chenab Railway Bridge: વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ