ભારત દેશ વિકાસની ગતિ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. તો હવે દેશના વિકાસ માટે રેલ્વે વિભાગ પણ બમણા વેગે આગળ દોડી રહ્યો છે. તો હવે વંદે ભારત ટ્રેનનો તદ્દન નવો અવતાર સામે આવ્યો છે. ત્યારે વંદે ભારત સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લુક એક દમ અફલાતૂન છે.
વંદે ભારત સ્લીપર વર્ઝનનો ફર્સ્ટ લુક સામે આવ્યો
કોચમાં રૂફ લાઇટ, બર્થમાં ચઢવા સીડી બનાવાઈ
કોચની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ફોટો કર્યા શેર
વંદે ભારતનું સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં આવશે: અશ્વિની વૈષ્ણવ
ટ્રેનના દરેક કોચમાં મિની પેન્ટ્રી પણ બનાવાશે
વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નવા રૂપરંગમાં જોવા મળશે
વર્ષ 2024માં સ્લીપર ટ્રેન શરૂ થઈ શકે છે
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 22 કોચ હશે
વારંવાર રેલવે મુસાફરી કરનારા યાત્રીઓ ધ્યાન આપે કે દેશભરમાં દોડતી વંદે ભારત ટ્રેનનો નવો લૂક આવ્યો છે સામે. હવે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નવા રૂપરંગમાં જોવા મળશે. દેશની પ્રથમ સ્વદેશી વંદે ભારત એક્સપ્રેસનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેનના નવા વર્ઝનમાં ડિઝાઈન સહિતની તમામ લેટેસ્ટ અને આધુનિક સુવિધાઓ જોવા મળી રહી છે. વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન આવતા વર્ષે માર્ચ સુધીમાં પાટા પર દોડતું જોવા મળશે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનના કોન્સેપ્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે..
અને કેપ્શનમાં પણ લખ્યું હતુ કે વંદે ભારતનું સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ ફીચર્સવાળા AC-2 અને AC-3 ટાયર કોચમાં છતનું લાઇટિંગ અને બર્થમાં ચઢવા માટે 5-સ્ટેપની સીડી પણ હશે.
વંદે ભારતનું સ્લીપર મોડેલ
દરેક કોચમાં રૂફ લાઇટ
બર્થમાં ચઢવા માટે 5-સ્ટેપની સીડી
સ્લીપરમાં 20 થી 22 કોચ હશે
દરેક કોચમાં મિની પેન્ટ્રી પણ હશે
ટ્રેનમાં વાઈ-ફાઈની સુવિધાઓ
મુસાફરી અંગેની જાણકારી માટે LED સ્ક્રીન
સુરક્ષા માટે ટ્રેનમાં CCTV કેમેરા લગાવાશે
તો આ સ્લીપર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક હશે
જેમાં 16 કોચ હશે
એટલે કે 11 AC3, 4 AC2 અને એક AC1 કોચ હશે
સોશિયલ મીડિયા પર વંદે ભારત સ્લીપર ટ્રેનના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તો લોકો આ સ્લીપર ટ્રેનની સરખામણી ફ્લાઈટના બિઝનેસ ક્લાસ સાથે કરી રહ્ચા છે. ટ્રેનના ફોટો જોઈને સૌકોઈ આતૂરતાપૂર્વક વંદેભારતની સ્લીપર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.