- વોટ્સએપનું નવુ ફીચર એન્ડ્રોઈડ,આઈફોન બન્ને માટે ઉપલબ્ધ
- 1 દિવસ, 7 દિવસ અને 90 દિવસની સમય મર્યાદાનું ઓપ્શન
- disappearing messagesની સેટિંગ એક્ટીવ કરવાના સ્ટેપ્સ જાણો
WhatsApp મેસેન્જર અથવા ફક્ત WhatsAppના નામે ઓળખાતી આ લોકપ્રિય મેસેજિંગ એપ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ અમેરિકન ફ્રીવેર, ક્રોસ-પ્લેટફોર્મ કેન્દ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને મેટા પ્લેટફોર્મની માલિકીની વૉઇસ-ઓવર-આઇપી સેવા છે. ઇન્ટરનેટ પર પ્રાઇવસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેકર્સ યુઝર્સનો ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપની ચેટ્સ પણ ઘણા લોકો દ્વારા લીક થાય છે. આ કારણે વોટ્સએપ પર પણ કેટલાક સેટિંગ્સ બદલવાની જરૂર છે. વોટ્સએપે થોડા સમય પહેલા disappearing(અદ્રશ્ય) થઈ ગયેલા મેસેજનું ફીચર બહાર પાડ્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સની જૂની ચેટ ઓટોમેટીક ડીલીટ થઈ જાય છે. આ માટે તમારે સમય મર્યાદા નક્કી કરવી પડશે.
હાલમાં WhatsApp 24 કલાક, 7 દિવસ અને 90 દિવસની સમય મર્યાદા નક્કી કરવાનો ઓપ્શન આપે છે. તમે આને વ્યક્તિગત અથવા ગ્રુપ ચેટ માટે સેટ કરી શકો છો. નક્કી કરેલી સમય મર્યાદા પછી તમારી ચેટ્સ ઓટોમેટિક કાઢી નાખવામાં આવશે. વોટ્સએપનું આ ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન માટે ઉપલબ્ધ છે. આ સિવાય આ ફીચરનો ઉપયોગ WhatsApp PC અને Mac પર પણ કરી શકાય છે. અહીં અમે તેને સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરવાની રીત જણાવી રહ્યા છીએ.
જાણો આ સેટિંગને એક્ટીવ કરવાના સ્ટેપ
સૌથી પહેલા તમારે વોટ્સએપ પર ચેટ ઓપન કરવાની રહેશે. સ્ક્રીન પર તમારે તમારા કોન્ટેક્ટના નામ પર ક્લિક કરવું પડશે. તે પછી તમે નીચે સ્ક્રોલ કરો અને નીચેના ઓપ્શનમાં જાઓ. અહીં તમને disappearing messagesનો ઓપ્શન દેખાશે તેને ક્લિક કરો. આ પછી તમે સમય મર્યાદા નક્કી કરીને આ સેટિંગને ચાલુ કરી શકો છો.
જો તમે ભવિષ્યની કોઈપણ ચેટ્સ માટે આ સુવિધા ચાલુ રાખવા માંગો છો તો તમને ફોન પર WhatsAppમાં Disappearing messages ઓપ્શન નીચે ડિફોલ્ટ મેસેજ ટાઈમરનો ઓપ્શન દેખાશે તમે આ ઓપ્શનને ટેપ કરીને તમામ નવી ચેટ્સ માટે ડિફોલ્ટ ચાલુ રાખી શકો છો.