11 જુલાઈ, 2006ના રોજ મુંબઇની Mumbai Train Blast કેસમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટની ખાસ બેન્ચે આજે પોતાના ચુકાદામાં કેસના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
Mumbai Train Blast કેસમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને ન્યાયમૂર્તિ શ્યામ ચાંડકની બેન્ચે કહ્યું કે, “ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા અથવા નક્કર નથી.” આ નોંધપાત્ર ચુકાદો પછી 2015માં નિચલી અદાલત દ્વારા દોષિત ઠેરવાયેલ તમામ 12 આરોપીઓને આપેલી સજા રદ કરવામાં આવી છે.
શું થયું હતું?
11 જુલાઈ, 2006ના રોજ મુંબઇના વેસ્ટર્ન લાઇન પર ચાલી રહેલી 7 અલગ અલગ લોકલ ટ્રેનોના કોચમાં પ્રેશર કૂકરમાં વિસ્ફોટક ભરીને ગાઢભીડ દરમ્યાન બ્લાસ્ટ કરાયા હતા. આ જઘન્ય આતંકવાદી હુમલામાં 189 નિર્દોષ મુસાફરોનો ભોગ લેવાયો હતો. 824 લોકો ઘાયલ થયા હતાઆ કેસે દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ન્યાયપ્રક્રિયાની લાંબી લડતઆ કેસમાં પોલીસે 13 આરોપીઓ સામે કસાટ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો – Swachh Survekshan 2024-25: રાજ્યના કયા શહેરને મળ્યો એવોર્ડ?
2015માં વિશેષ મકોકા કોર્ટ દ્વારા 12 આરોપીઓને દોષિત જાહેર કરીને કઠોર સજા ફટકારી હતી, જેમાં કેટલાંકને ફાંસી અને કેટલાંકને જીવનકેદની સજા આપી હતી. પરંતુ આજે હાઈકોર્ટે જણાવ્યું કે, “આ તમામ આરોપીઓ વિરુદ્ધના પુરાવા અણધાર્યા અને અનુમાન આધારિત છે, અને ન્યાયની દ્રષ્ટિએ અસ્વીકાર્ય છે.” સરકાર હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, તે અંગે મુખ્યમંત્રી Devendra Fadnavis એ નિવેદન પણ આપ્યું છે. જો કે, બ્લાસ્ટમાં પોતાના પરિવારજનો ગુમાવનારા ઘણાં પીડિતો માટે આ નિર્ણય આશ્ચર્યજનક અને દુઃખદ બની રહ્યો છે.

