MS Dhoni Chennai Super Kings (CSK)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ટીમના કેપ્ટન Ruturaj Gaikwad ઈજાના કારણે IPLની 18મી સિઝનમાંથી બહાર છે. આ માહિતી ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી હતી. CSKએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગાયકવાડની ઈજા વિશે પણ માહિતી આપી હતી. ગાયકવાડની કપ્તાની હેઠળ CSK પણ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ટીમ ગત સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી અને હવે પ્રથમ 5માંથી 4 મેચ હારી છે. ટીમ હાલમાં 10 ટીમોમાંથી 9મા ક્રમે છે.
MS Dhoni એ ગાયકવાડને જવાબદારી સોંપી
2023 સુધી IPLની કેપ્ટનશીપ કર્યા બાદ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જવાબદારી સોંપી હતી. આ સિઝનમાં તેણે છેલ્લી વખત ટીમને ચેમ્પિયન પણ બનાવ્યું હતું. ધોનીએ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી અને 133માં ટીમને જીત અપાવી હતી. કેપ્ટન તરીકે 100થી વધુ IPL મેચ જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. તેના પછી, Rohit Sharma એ 158 મેચોમાં કેપ્ટનશિપ કરી, તેણે 87 મેચમાં ટીમને જીત અપાવી.

ગુવાહાટીમાં Rajasthan Royals સામેની મેચ દરમિયાન ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના બોલથી ગાયકવાડને કોણીમાં વાગ્યો હતો. તેણે મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ ચેન્નાઈ મેચ હારી ગઈ હતી. ગાયકવાડે મેચ બાદ કેટલાક દિવસો સુધી તાલીમ લીધી ન હતી. હવે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો – Tahawwur Rana: 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ ભારતમાં
IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ ધોની છે. તેમણે 18 વર્ષની કારકિર્દીમાં 2 ટીમો માટે 269 મેચ રમી છે. આમાં, તેમણે લગભગ 137ની સ્ટ્રાઈક રેટથી 5342 રન બનાવ્યા. આમાં તેણે 24 અર્ધસદી ફટકારી. તેમના નામે 368 ચોગ્ગા અને 257 છગ્ગા છે. ધોની બાદ મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માએ 260 મેચ રમી છે.