શુક્રવારે સાંજે 5.30 વાગ્યે પાકિસ્તાન સાથેના તણાવ પર સતત ત્રીજા દિવસે MEA Briefing યોજાઈ હતી. આમાં વિદેશ સચિવ Vikram Misri, Col. Sofia Qureshi અને Wing Commander Vyomika Singh હાજર હતા. અગાઉ પણ 7 અને 8 મેના રોજ સરકાર દ્વારા Operation Sindoor વિશે માહિતી આપવામાં આવી હતી.
વિક્રમ મિસરીએ કહ્યું કે તમને ગઈકાલે રાત્રે પાકિસ્તાની સેનાની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે કોઈ ધાર્મિક સ્થળ પર હુમલો કર્યો નથી. તેમણે પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો. આ હુમલાઓની જવાબદારી લેવાને બદલે, પાકિસ્તાન કહી રહ્યું છે કે ભારતીય સેના આ કરી રહી છે. પાકિસ્તાન પોતાની કાર્યવાહી અને આક્રમકતાને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું છે અને દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે નનકાના સાહિબ પર ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાન આ મુદ્દાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. Pahalgam Terror Attack માં આ જ જોવા મળ્યું. ગુરુદ્વારા પર થયેલા હુમલામાં કેટલાક શીખ સભ્યોના પણ મોત થયા છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે 8-9 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી વારંવાર હુમલો કર્યો. આંતરરાષ્ટ્રીય સરહદ પર 36 સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લગભગ 300-400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનો ઉદ્દેશ ગુપ્તચર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિશે માહિતી એકત્રિત કરવાનો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે ડ્રોન તુર્કીના હતા. આની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય દળો દ્વારા આનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Operation Sindoor: ભારતે પાકિસ્તાનના ષડયંત્રને કર્યું નિષ્ફળ
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે, પાકિસ્તાને LoC પર ભારે ગોળીબાર કર્યો, જેમાં કેટલાક સૈનિકો ઘાયલ થયા. 7 મે 2025ના રોજ, રાત્રે 8.30 વાગ્યે, ભારતે મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો અને તે દરમિયાન તેણે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નહીં. નાગરિકોનો ઉપયોગ ઢાલ તરીકે થતો હતો. પંજાબ સેક્ટરમાં હાઈ એર ડિફેન્સ એલર્ટ દરમિયાન, અમારું એરસ્પેસ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ છે પરંતુ એક નાગરિક ફ્લાઇટ પાકિસ્તાનના પ્રદેશ પર ઉડાન ભરી રહી હતી. ભારતીય વાયુસેનાએ તેના પ્રતિભાવમાં સંયમ દાખવ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક હવાઈ સેવાઓની સલામતી સુનિશ્ચિત કરી.