Lok Sabha Elections 2024 ના બીજા તબક્કાનું મતદાન શુક્રવારના રોજ થયું હતું. બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધુ 79.66 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં સૌથી ઓછું મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ થયું તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે.
બીજા તબક્કાના મતદાનના આંકડા
- આસામ- 77.35 ટકા
- બિહાર- 57.81 ટકા
- છત્તીસગઢ- 74.85 ટકા
- જમ્મુ અને કાશ્મીર- 72.32 ટકા
- કર્ણાટક- 68.44 ટકા
- કેરળ- 68.23 ટકા
- મધ્ય પ્રદેશ- 58.26 ટકા
- મહારાષ્ટ્ર- 59.63 ટકા
- મણિપુર- 78.78 ટકા
- રાજસ્થાન- 64.07 ટકા
- ત્રિપુરા- 79.66 ટકા
- ઉત્તર પ્રદેશ- 54.85 ટકા
- પશ્ચિમ બંગાળ- 71.84 ટકા
વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા X પર લખ્યું, “દેશના લોકોનો આભાર જેમણે આજે મતદાન કર્યું છે. NDAને અપ્રતિમ સમર્થન વિપક્ષને વધુ નિરાશ કરશે. મતદારો NDAનું સુશાસન ઈચ્છે છે. યુવા અને મહિલા મતદારો NDAના મજબૂત સમર્થનને શક્તિ આપી રહ્યા છે.”
Lok Sabha Elections 2024 – જમ્મુમાં બીજા તબક્કાનો મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીનો સીલ થઈ ગયા
આ પણ વાંચો: Supreme Court: EVM-VVPAT મેચિંગની તમામ અરજીઓ ફગાવી