ભાત પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત જ નહીં પરંતુ ગુજરાતમાં પણ તે લોકોનું ભવ્ય ખાણું છે. ગુજરાતમાં તો મોટા ભાગના લોકો માટે ભાત વિના ભોજન અધૂરું રહે છે. તેને અનેક અલગ રીતે બનાવી શકાય છે. આ કારણે બિરયાની હોય કે પુલાવ કે પછી તેની અન્ય કોઈ ડિશ. લોકો પોતાનો પ્રેમ સતત વરસાવતા રહે છે. તેમાં ખાસ કરીને હાલમાં લેમન રાઈસ લોકોની પસંદ બની રહ્યું છે. લંચ હોય કે ડિનર કોઈ પણ સમયે લેમન રાઈસને બનાવી શકાય છે. તે ટેસ્ટમાં સારા લાગે છે અને સાથે જ તેને ખાવાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. તો પહોંચી જાવ નીચેની રેસિફી લઇને આપના કિચનમાં..
લેમન રાઈનસ બનાવવા માટે સૌ પહેલા ચોખાને ચઢાવવામાં આવે છે અને તેમાં વધાર કરવામાં આવે છે. જો તમે તમારા ઘરે લેમન રાઈસ બનાવવા ઈચ્છો છો, તો થઇજાવ તૈયાર..
રેસિપી માટે સામગ્રીઃ
- ચોખા – 2 કપ
- અડદની દાળ – 1 ટી સ્પૂન
- શિંગદાણા – 1/2 કપ
- રાઈ – 1 ટી સ્પૂન
- ચણાની દાળ – 1 ટી સ્પૂન
- હળદર – 1/2 ટી સ્પૂન
- આખા લાલ મરચા – 2 નંગ
- મેથીના દાણા – 1/2 ટી સ્પૂન
- હીંગ – 1 ચપટી
- લીમડાના પાન – 10-15
- નારિયેળ છીણેલું – 1 ટીસ્પૂન
- લીંબુનો રસ – 3 ટી સ્પૂન
- તેલ – વધાર માટે
- મીઠું – સ્વાદ અનુસાર
રીત પર કરો નજરઃ
લેમન રાઈસ બનાવવા માટે સૌ પહેલા ચોખાને ધોઈ લો અને તેને સારી રીતે સાફ કરીને ધોઈ લો. હવે ચોખાને પાણીમાં લગભગ 20 મિનિટ સુધી પલાળીને રાખો. નક્કી સમય બાદ એત વાસણમાં ચોખા રાખો અને તેમાં પાણી અને મીઠું મિક્સ કરીને મીડિયમ ગેસ પર રાખો. જ્યારે ચોખા ચઢી જાય તો તેનું બચેલું પાણી ફેંકી દો અને એક વાસણમાં ભાત અલગ કરો.
હવે એક કડાહી લો અને તેમાં થોડું તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં એક ચમચી હીંગ નાંખો. આ પછી તેમાં લાલ મરચું, ચણાની દાળ, મેથીની દાળ અને અડદની દાળ મિક્સ કરો. હવે તેને ત્યાં સુધી રહેવા દો જ્યાં સુધી તેનો રંગ લાઈટ બ્રાઉન ન થાય. આ પછી આ મિશ્રણમાં રાઈ અને શીંગ મિક્સ કરો. તેને પણ થોડી વાર રહેવા દો.
રાઈ તતડે એટલે તેમાં લીમડાના પાન નાંખો અને મિશ્રણને 30 સેકંડ સુધી ફ્રાય થવા દો. જ્યારે મિશ્રણ સારી રીતે શેકાઈ જાય તો તેમાં પહેલાથી તૈયાર ભાત મિક્સ કરો. તેમાં હળદર, લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરો. હવે તેને ભાત તૂટે નહીં તે રીતે મિક્સ કરો. આ રીતે તમે પણ માણી શકશો સ્વાદિષ્ટ લેમન રાઈસની મજા..