ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની 17મી સીઝનની મીની હરાજી 8 કલાક સુધી ચાલી હતી. 10 ટીમોએ 72 ખેલાડીઓને 230.45 કરોડ રૂપિયામાં ખરીદ્યા, જેમાં 30 વિદેશી પણ સામેલ છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સની ઓસ્ટ્રેલિયન પેસ જોડી પર રેકોર્ડબ્રેક બોલી લગાવવામાં આવી હતી. કોલકાતાએ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદીને ફ્રેન્ચાઇઝી ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો. કમિન્સને હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો હતો.
મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)
Base Price – 2 કરોડ
Sold Price – 24.75 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)
Base Price – 2 કરોડ
Sold Price – 20.5 કરોડ
સનરાઈઝર્સ હૈદરાબાદ
ડેરીલ મિશેલ (ન્યૂઝીલેન્ડ)
Base Price – 1 કરોડ
Sold Price – 14 કરોડ
ચેન્નઈ સુપર કિંગ્સ
હર્ષલ પટેલ (ભારત)
Base Price – 2 કરોડ
Sold Price – 11.75 કરોડ
પંજાબ કિંગ્સ
રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ)
Base Price – 50 લાખ
Sold Price – 1.8 કરોડ
ચેન્નઈ સુપર કિંગ્સ
શાર્દૂલ ઠાકુર (ભારત)
Base Price – 2 કરોડ
Sold Price – 4 કરોડ
ચેન્નઈ સુપર કિંગ્સ
રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ)
Base Price –1 કરોડ
Sold Price – 7.4 કરોડ
રાજસ્થાન રોયલ્સ
હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે રૂ. 11.75 કરોડમાં ખરીદ્યો
હર્ષલ પટેલે 2008-09ની અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં 23 વિકેટ લીધી હતી. બાદમાં તેણે 2009-10માં ગુજરાત માટે વન-ડે ડેબ્યૂ કર્યું હતું. હર્ષલને ન્યુઝીલેન્ડમાં 2010ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે ટીમમાંથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL કરાર મેળવનાર ત્રણ ખેલાડીઓમાંનો એક હતો.
BCCIએ IPL ની આ સીઝન માટે 22 માર્ચથી મેના અંત સુધી સત્તાવાર વિન્ડો નક્કી કરી છે. દુબઈમાં મંગળવારે યોજાનારી મીની હરાજી પહેલા ફ્રેન્ચાઈઝીઓને આ માહિતી આપવામાં આવી છે. જો કે, આ સિઝનની ઇવેન્ટની અંતિમ તારીખ સામાન્ય ચૂંટણીઓ અનુસાર નક્કી કરવામાં આવશે.
પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે પડકાર એ હતો કે નવી સિઝન માટે કોમ્બિનેશન કેવી રીતે તૈયાર કરવું અને સાથે જ કેપ્ટનશિપને લઈને ચાલી રહેલી ચર્ચાને પણ પાછળ છોડી દેવી. મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, જેને ગુજરાત ટાઈટન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રોહિત શર્મા T20 વર્લ્ડ કપ માટે પ્રથમ પસંદગીનો કેપ્ટન છે.