Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALRam Mandir: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન

Ram Mandir: અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા બિરાજમાન

Share:

અયોધ્યામાં ભવ્ય Ram Mandir માં બિરાજમાન થાય છે. ભગવાનના બાળ સ્વરૂપની સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. શણગારેલી મૂર્તિમાં ભગવાનનું સમગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.

રામલલાનો શ્રૃંગાર
  • રામલલા પીતામ્બરથી સુશોભિત અને હાથમાં ધનુષ અને બાણ
  • સોનાના કવચ કુંડળ, કાનની બુટ્ટી અને ગળાનો હાર 
  • રત્ન જડિત તાજનું વજન લગભગ પાંચ કિલો
  • રામલલાના મુગટમાં નવ રત્નો અને તેમના ગળામાં સુંદર રત્નોની માળા
  • ભગવાન રામલલાની કમરબંધ પણ સોનાની બનેલી
  • રામલલાના ચરણોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્નો શોભે છે
  • રામલલાના વિશાળ હાથ આભૂષણોથી શણગારેલા છે
  • રામલલાની છાતી પર વાઘના પંજાની ખૂબ જ અનોખી છાયા
  • છાતી રત્નોથી જડેલા મોતીના હારથી સુશોભિત
વડાપ્રધાન મોદી: આજે અમારા રામ આવ્યા છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીનું સંબોધન કરતાં કહ્યું, “હું ગર્ભગૃહમાં દિવ્ય ચેતનાના સાક્ષી તરીકે તમારી સમક્ષ હાજર થયો છું. તેના પહેલા વડાપ્રધાન મોદીએ શ્રી રામનામના નારા લગાવ્યા હતા. સિયાવર રામચંદ્ર કી જય! આપ સૌને નમસ્કાર, સૌને રામ-રામ! આજે આપણા રામ આવ્યા છે.”

પૂજાવિધિ, આરતી દરમિયાન PM મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને RSS પ્રમુખ મોહન ભાગવત Ram Mandir માં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદીએ રામ મંદિર નિર્માણકાર્યમાં રાત-દિવસ એક કરીને કામ કરનારા શ્રમિકોનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું.

કુબેર ટીલાના દર્શન

PM મોદીએ અભિષેક સમારોહ બાદ ભગવાન રામને પ્રણામ કર્યા. રામ મંદિરમાં ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ PM મોદી કુબેર ટીલા તરફ રવાના થયા હતા. એવું માનવામાં આવે છે કે કુબેર ટીલાના દર્શન કર્યા વિના અયોધ્યાની યાત્રા અધૂરી રહે છે. 

જય સિયારામ…

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અયોધ્યા ધામમાં આજે રામલલા ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે. આ પુનઃ પ્રસંગ પર તમામ દેશવાસીઓ તરફથી મારી વિનંતી છે કે રામ જ્યોતિ પ્રજ્વલિત કરી ભગવાન રામનું સ્વાગત કરો. જય સિયારામ!

આ પણ વાંચો: અયોધ્યા મંગલ નાદથી ગૂંજી ઉઠી


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments