ભારતે 12 વર્ષ બાદ વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં એન્ટ્રી લીધી છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે.
1983માં પહેલીવાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી અને ચેમ્પિયન બની હતી. આ પછી ટીમ 2003માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ પરાજય થયો હતો. જ્યારે ત્રીજી વખત ટીમ 2011માં ફાઇનલમાં પહોંચી હતી અને એમ. એસ. ધોનીની કેપ્ટનશીપ હેઠળ બીજી વખત ચેમ્પિયન બની હતી. હવે ચોથી વખત ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચી છે. રોહિત શર્માએ ભારતના દિગ્ગજ કેપ્ટનોની યાદીમાં સ્થાન બનાવ્યું છે.

ભારતીય ટીમના ટોપ – 5 બેટ્સમેન
એક તરફ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ ઐતિહાસિક સદી ફટકારીને સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે પણ શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. અય્યરે માત્ર 67 બોલમાં સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે વાનખેડે સ્ટેડિયમમાં તોફાની ઇનિંગ રમી હતી. આ સદી સાથે શ્રેયસ અય્યરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. શ્રેયસ અય્યર વર્લ્ડ કપ નોક આઉટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે. ટોપ – 5 ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો,
1. વિરાટ કોહલી
મેચ – 10
રન – 711
એવરેજ – 102
2. શ્રેયસ અય્યર
મેચ – 10
રન – 556
એવરેજ – 75
3. રોહિત શર્મા
મેચ – 10
રન – 550
એવરેજ – 55
4. કે. એલ. રાહુલ
મેચ – 10
રન – 386
એવરેજ – 77
5. શુભમન ગીલ
મેચ – 08
રન – 350
એવરેજ – 50

ભારતીય ટીમના ટોપ – 5 બોલર
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ખતરનાક બોલિંગ કરી અને બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં સાત વિકેટ લીધી. શમીએ આ દરમિયાન વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ આંકડો પહોંચનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ટોપ – 5 ભારતીય બોલર્સની વાત કરીએ તો,
1. મોહમ્મદ શામી
વિકેટ – 23
રન – 210
ઈકોનોમી – 5.01
2. જસપ્રીત બુમરાહ
વિકેટ – 18
રન – 330
ઈકોનોમી – 3.98
3. રવિન્દ્ર જાડેજા
વિકેટ – 16
રન – 355
ઈકોનોમી – 4.25
4. કુલદીપ યાદવ
વિકેટ – 15
રન – 368
ઈકોનોમી – 4.32
5. મોહમ્મદ સિરાજ
વિકેટ – 13
રન – 424
ઈકોનોમી – 5.32

ભારત V/s ઓસ્ટ્રેલિયા: ક્રિકેટનો મહામુકાબલો
ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તે ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. જેમાંથી છેલ્લી ત્રણ ફાઇનલમાં આ ટીમ બે વખત ચેમ્પિયન બની છે જ્યારે એક વખત પરાજય થયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. બીજી તરફ 1975 અને 1996માં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે કાંગારુ ટીમને ફરી વખત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે પછી આ વખતે ભારત બાજી મારી જશે તે હવે રવિવારે જોવાનું રહ્યું.