કોંગ્રેસે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી સહિત Congress ના તમામ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં સામેલ ન થવાના નિર્ણયનું કારણ જણાવ્યું છે. આમાં Congress એ લખ્યું છે કે ધર્મ અંગત બાબત છે, પરંતુ ભાજપ/RSSએ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવી લીધો છે.

આ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “કોંગ્રેસે કંઈ નવું કર્યું નથી. કોંગ્રેસ આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરી રહી છે. આવતીકાલે દેશ કોંગ્રેસનો બહિષ્કાર કરશે.”
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, “કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A જૂથના નેતાઓએ હંમેશા સનાતન ધર્મનો વિરોધ કર્યો છે. આમંત્રણનો અસ્વીકાર એ સનાતન પ્રત્યેનો તેમનો દ્વેષ દર્શાવે છે.”
કોંગ્રેસ પક્ષમાં જ મોટાપાયે ફાડા
આમંત્રણનો અનાદર કરવાના નિર્ણયનો કોંગ્રેસમાં જ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ સૌથી પહેલાં વિરોધ નોંધાવ્યો. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસના નિર્ણયથી ખુદને અલગ કર્યા. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ હાઇકમાન્ડથી અલગ જ ટ્વીટ કર્યું. કોંગ્રેસ નેતા અમરીશ ડેર પણ હાઇકમાન્ડના નિર્ણયથી નારાજ છે.
- આવા રાજનૈતિક નિર્ણયથી દૂર રહેવું જોઈએઃ મોઢવાડિયા
- મને આમંત્રણ મળ્યું હોત તો હું બેશક જાતઃ હેમાંગ રાવલ
- કોંગ્રેસના આમંત્રણના અનાદરથી હું નિરાશઃ અમરીશ ડેર
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રની પ્રથમ ઝલક