Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeSPORTSU19 Women's T20 World Cup: ભારતે સતત બીજી વખત જીત્યો ખિતાબ

U19 Women’s T20 World Cup: ભારતે સતત બીજી વખત જીત્યો ખિતાબ

Share:

ભારતે સતત બીજી વખત U19 Women’s T20 World Cup જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. 2023માં ભારતે યોજાયેલી પ્રથમ ટુર્નામેન્ટ પણ જીતી હતી. Kuala Lumpur માં રવિવારે, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 20 ઓવરમાં 82 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં India ટીમે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

Gongadi Trisha પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહી હતી. તેણે પોતાનો એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો. ત્રિશાએ ટૂર્નામેન્ટમાં 309 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. તે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર પણ હતી. ત્રિશાને ફાઇનલમાં 44 રન બનાવવા અને 3 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

બીજી વખત આ ખિતાબ કબજે કર્યો

નિક્કી પ્રસાદની આગેવાની હેઠળની ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને સતત બીજી વખત આ ખિતાબ કબજે કર્યો હતો. આ પહેલા 2023માં પહેલીવાર રમાયેલી આ ટુર્નામેન્ટમાં શેફાલી વર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો – Kho Kho World Cup: પુરુષ-મહિલા ટીમ પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન

દક્ષિણ આફ્રિકાને 8 મહિનામાં બીજી વખત ICC Tournament ની ફાઇનલમાં ભારતથી હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉ, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂન 2024ના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે 16 વર્ષના દુષ્કાળનો અંત કરીને T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments