લોકસભા ચૂંટણી 2024 માટે BJP એ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ભાજપના ઉમેદવાર જાહેર
- મહેસાણા – હરિભાઈ પટેલ
- સાબરકાંઠા – શોભનાબેન બારૈયા
- સુરેન્દ્રનગર – ચંદુભાઈ શિહોરા
- જૂનાગઢ – રાજેશભાઈ ચુડાસમા
- અમરેલી – ભરતભાઈ સુતરીયા
- વડોદરા – ડૉ.હેમાંગ જોષી
કોની ટિકિટ કપાઈ?
- સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા
- અમરેલીથી નારણ કાછડિયા
કઈ બેઠક પર ઉમેદવાર બદલાયા?
- વડોદરાથી નવા ઉમેદવાર છે ડૉ. હેમાંગ જોશી
- સાબરકાંઠાથી નવા ઉમેદવાર છે શોભનાબેન બારૈયા
કોણે રિપિટ કરાયા?
- જૂનાગઢથી રાજેશ ચુડાસમા
લોકસભા ચૂંટણી માટે BJP એ ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાની જગ્યાએ ચંદુભાઇ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના જગ્યાએ ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારોના નામ હતા.
અરુણ ગોવિલ મેરઠથી, કંગના રનૌત મંડીથી ઉમેદવાર
હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌત, રામાયણમાં રામનું પાત્ર ભજવનાર ઉત્તર પ્રદેશના મેરઠથી અરુણ ગોવિલ, પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. ઝારખંડના દુમકાથી સીતા સોરેન, યુપીના ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે સંદેશખાલી કેસની પીડિતાને આપી ટિકિટ
પશ્ચિમ બંગાળમાં ભાજપે સંદેશખાલી કેસની પીડિતાને ટિકિટ આપી છે. આ પીડિતાએ જ આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ શેખ શાહજહાંના નજીકના મિત્રએ તેને થપ્પડ મારી હતી. ઉત્તર પ્રદેશના પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ રદ કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને અહીંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વરુણની માતા મેનકા ગાંધીને સુલતાનપુરથી ટિકિટ આપવામાં આવી છે. સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રીના સ્થાને દુર્વિજય શાક્યને બદાઉનથી ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતની 7 બેઠક પર મૂરતિયા નક્કી
આ પણ વાંચો: ઉમેદવારની પહેલી યાદી જાહેર, ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવાર રિપીટ