લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી INDIA ગઠબંધનની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આખરે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થઈ ગયું. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે કોંગ્રેસ સાથે 11 સીટો પર ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જે હેઠળ RLDને 7 બેઠકો આપવામાં આવી છે.
અખિલેશ યાદવનું ટ્વીટ
અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, “INDIA ની ટીમ અને PDAની રણનીતિ ઇતિહાસ બદલશે. આ પહેલાં સપા અને રાલોદમાં 7 સીટ પર ગઠબંધન થયું હતું. એટલે યુપીમાં ઇન્ડિયા ગઠબંધનમાં સપા, કોંગ્રેસ અને રાલોદની વચ્ચે સીટ પર સહમતી બની ગઈ છે.”
પ્રદેશ કોંગ્રેસ નારાજ!
અખિલેશ યાદવના 11 બેઠકો આપવાના પ્રસ્તાવ પર કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના ટોચના કોંગ્રેસ નેતૃત્વએ કહ્યું છે કે આ અખિલેશ યાદવનો એકપક્ષીય નિર્ણય છે જેની સાથે તેઓ સહમત નથી. અખિલેશ યાદવે 19 જાન્યુઆરીના રોજ RLDને 7 સીટ આપવાની જાહેરાત કરી હતી. 1-1 સીટ અપના દળ કમેરાવાદી અને ચંદ્રશેખરની પાર્ટી આપી શકે છે. એવું માનવામાં આવે છે કે બાકી રહેલી 60 સીટ પર સપા ચૂંટણી લડશે.
આ પણ વાંચો: તભી તો સબ મોદી કો ચૂંતે હૈ
આ પણ વાંચો: કર્તવ્ય પથ પર નારીશક્તિનું અદભૂત પ્રદર્શન