વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં ‘Atal Setu’ નું ઉદ્ધાટન કર્યુ. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકને ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યુ છે. PM મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર આનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યુ છે. Atal Setu દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે.
અટલ સેતુ 17,840 કરોડથી વધુના ખર્ચે બનીને તૈયાર થયું છે. આ ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબા સમુદ્રી પુલ પણ છે. આ પુલ લગભગ 21.8 કિમી લાંબો 6 લેનવાળો પુલ છે. જેની લંબાઈ સમુદ્રની ઉપર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે.
‘અટલ સેતુ’ની 10 મોટી વાત
- મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ – નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી વધશે
- મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય ઘટશે
- અટલ સેતુમાં 1,77,903 મેટ્રિક ટન સ્ટીલ અને 5,04,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ
- દરરોજ આશરે 70,000 વાહનો દોડશે અને 100 વર્ષ સુધી સંચાલન ચાલુ રહેશે
- વીજળીથી થતા સંભવિત નુકસાન સામે રક્ષણ માટે લાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમ
- ફ્લેમિંગો પ્રોટેક્ટેડ એરિયા અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાંથી બ્રિજનો એક ભાગ પસાર થશે
- સિવરીથી 8.5 કિમી લાંબો અવાજ અવરોધ સ્થાપિત કરવામાં આવ્યો
- 2018થી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કુલ 5,403 મજૂરો અને એન્જિનિયરોએ દરરોજ કામ કર્યું
- અટલ સેતુને મુખ્ય મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું
- અટલ સેતુથી રાજ્યના બે સૌથી મોટા શહેરો વચ્ચે જોડાણ વધશે
‘અટલ સેતુ’ની જાણવા જેવી વાત
- ગાડીની મહત્તમ સ્પીડ 100 કિ.મી. પ્રતિ કલાક હોવી જોઈએ
- અટલ સેતુ પર બાઈક, રિક્ષા, ટ્રેક્ટરને લઈને પ્રતિબંધ
- 250 રૂપિયા ટોલટેક્ષ એક તરફની યાત્રા માટે ચૂકવવો પડશે
- રાઉન્ડ ટ્રીપ માટે 375 રૂપિયા ટોલટેક્ષ ચૂકવવો પડશે
- મંથલી પાસ માટે 12,500 રૂપિયા ચૂકવવા પડશે
આ પણ વાંચો: માલદીવ vs. લક્ષદ્વીપ આઈલેન્ડ વેકેશન