Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALBudget 2024: જાણો 2024ના Interim Budgetની મોટી વાતો

Budget 2024: જાણો 2024ના Interim Budgetની મોટી વાતો

Share:

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે Budget 2024 રજૂ કર્યું. આ દરમિયાન નાણામંત્રીએ લગભગ 58 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા આ મોદી સરકાર-2.0નું વચગાળાનું બજેટ છે. તેમના બજેટ ભાષણની શરૂઆતમાં, સીતારમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે તેમનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર છે.

મહિલાઓ અને બાળકો માટે શું ?
  • માતૃત્વ અને બાળ સંભાળ યોજનાઓને વ્યાપક કાર્યક્રમ
  • સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત
  • 9-14 વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત
  • સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે
  • 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે
  • પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા
  • આંગણવાડી વર્કર અને હેલ્પરોને આયુષ્યમાન યોજનાનો લાભ
  • આશા વર્કર બહેનોને આયુષ્યમાન યોજનાનો લાભ
ખેડૂતો માટે શું?
  • 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
  • PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.
  • નાણામંત્રીએ કહ્યું- મત્સ્ય સંપદા યોજનાએ 55 લાખ લોકોને નવી રોજગારી આપી.
  • 5 સંકલિત એક્વાપાર્ક સ્થાપવામાં આવશે
  • NANO ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે.
  • ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • 1361 બજારોને eName સાથે જોડવામાં આવશે.
  • સૂર્યોદય યોજના હેઠળ દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
સર્વાઈકલ કેન્સર અંગે જાહેરાત
  • સર્વાઈકલ કેન્સરને લઈ બજેટમાં મોટી જાહેરાત
  • 9-14 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે રસી અપાશે
  • પ્રથમ તબક્કા માટે 7 કરોડ રસીનો ડોઝનો સ્ટોક
  • ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે
  • દર વર્ષે દેશમાં 1.20 લાખથી વધુ મહિલા પ્રભાવિત
  • વાર્ષિક અંદાજે 77 હજાર મહિલા પામે છે મૃત્યુ
  • મહિલાઓના આરોગ્ય સંભાળને લઈ કર્યો નિર્ણય

Budget 2024 માં સંરક્ષણ ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બજેટના માધ્યમથી સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશની સુરક્ષા પર છે. વચગાળાના બજેટમાં સંરક્ષણ ખર્ચ અગાઉના બજેટમાં રૂ. 5.94 લાખ કરોડથી વધારીને રૂ. 6.25 લાખ કરોડ કરવામાં આવ્યો છે.

પર્યટન ક્ષેત્રે શું?

  • લક્ષદ્વીપના વિકાસને લઈ મોટી જાહેરાત
  • પોર્ટ કનેક્ટિવિટી, સુવિધા પ્રોજેક્ટ હાથ ધરાશે
  • લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટો હાથ ધરાશે
  • લક્ષદ્વીપનું ગ્લોબલ બ્રાન્ડિંગ કરીશું
  • પ્રવાસન ક્ષેત્રે વિદેશી રોકાણને પ્રોત્સાહન
  • પર્યટન ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવશે
  • પર્યટન ક્ષેત્રમાં રોજગારની નવી તકો

રેલવે માટે શું?

  • દેશમાં 3 નવા રેલ કોરિડોર શરૂ કરવાની જાહેરાત
  • એનર્જી, મિનરલ, સિમેન્ટના 3 નવા કોરિડોર બનશે
  • 40 હજાર રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતર કરાશે
  • મુસાફર ટ્રેનના સંચાલનમાં સુધારા કરવામાં આવશે
ઉડ્ડયન ક્ષેત્રે શું?
  • દેશમાં હવાઈ સેવાને લઈ બજેટમાં જાહેરાત
  • નાના શહેરોને જોડવા ઉડાન યોજનાની જાહેરાત
  • 517 નવા રૂટ પર ઉડાન સ્કીમ લાવશે સરકાર
  • કંપનીઓ 1 હજાર નવા એરક્રાફ્ટ વસાવશે
વસ્તી નિયંત્રણ પર ભાર મૂકાયો
  • વિકસિત ભારતના લક્ષ્ય સામે વધતી વસ્તીનો પડકાર
  • વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર બનાવશે કમિટી
  • વચગાળાના કેન્દ્રીય બજેટમાં નાણામંત્રીની જાહેરાત
  • વસ્તી વધારાથી પડકારોની તપાસ માટે કમિટી બનશે
  • કમિટીની ભલામણોને ફરજિયાત બનાવવામાં આવશે
  • 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય છે

Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments