હવામાન વિભાગની આજની બપોરે આપવામાં આવેલી Gujarat Weather ની આગાહી અનુસાર, આજે રાજ્યના 8 સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા 02 દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી (ઓરેન્જ એલર્ટ) આપવામાં આવી છે. તો આ સિવાય 13 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા બાજુ આવતીકાલ માટે ચાર જિલ્લામાં અતિભારે (ઓરેન્જ એલર્ટ) અને 11 જિલ્લા સહિત બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
28મી જૂને ક્યાં પડશે વરસાદ?
Gujarat Weather ની વાત કરીએ તો શુક્રવારે 28 તારીખે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
પ્રથમ અતિભારે વરસાદની વાત કરીએ તો, હવામાન વિભાગે જે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ) ની આગાહી આપી છે તેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી ગીર સોમનાથમાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ સમાસુ આજે 27 જૂને ઉત્તરી સમુદ્ર, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાં અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તથા મધ્ય પ્રદેશના મોટાભાગોમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં, બિહાર, પૂર્વ ઉત્તરના કેટલાક ભાગોમાં તથા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, તથા પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તમને જણાવી દઈએ કે, ચોમાસુ આજે ગુજરાતના તમામ ભાગોને આવરી લે છે.
આ પણ વાંચો: Jio Recharge Plan: જૂનમાં કરાવી લો રિચાર્જ, નહીંતર..