PM મોદીને તેમના માતા માટે અપાર લાગણી છે અને એટલે જ માતાના શતાયુ વર્ષમાં પ્રવેશ કરવા બદલ માતાને મળી તેમની ખુશી વ્યક્ત કરી હતી અને માતાના આશિર્વાદ મેળવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીના માતા હીરબાએ શતાયુ વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે PM નરેન્દ્ર મોદી વહેલી સવારે ગાંધીનગરના રાયસણ ખાતેના તેમના ઘરે આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. PM મોદી જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેઓ અચુક માતા હીરાબાને મળવા જાય છે, ત્યારે આજે પણ માતાના 100માં જન્મદિવસે મોદી ખાસ તેમને મળવા ગયા હતા. આજે પીએમ મોદી માતા માટે જન્મદિવસની ભેટ પણ લઈને ગયા હતા.
આ પ્રસંગે PMએ માતાના ચરણ ધોઈ તેમને ગુલાબનો હાર પહેરવાવી શાલ ઓઢાડી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ માતાને 100માં વર્ષમાં પ્રવેશ કરવા બદલ મોં મીઠુ કરાવ્યુ હતુ.. અને માતા સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. વિશ્વના મહાન શક્તિશાળી વ્યક્તિત્વ એવા મોદી માતા પાસે એક સાધારણ પુત્રની જેમ જમીન પર બેસી વાતો કરતા જોવા મળ્યા હતા જે પીએમ મોદીની સરળતાના દર્શન બતાવે છે.
માતાના જન્મદિવસે આજે તેમના ઘરે ચંડીપાઠનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ ત્યારે પીએમએ અડધી કલાક જેટલો સમય માતા સાથે વિતાવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી પાવાગઢ જવા નીકળ્યા હતા.