ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા માટે સરાજાહેર થયેલ ગોળીબાર અહેમદ પરિવાર માટે કાળ બન્યો છે. કડક પોલીસ સુરક્ષા વચ્ચે ત્રણ ઇસમોએ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરી હતી. મહત્વનુ છે કે, બંને ભાઈઓ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી હતા… બંનેના પ્લાનિંગને અતીકના પુત્ર અસદ અહેમદ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો, જે અગાઉ પોલીસનો સામનો કરી ચૂક્યો છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અત્યાર સુધીમાં અતીક બ્રધર્સ સહિત 6 આરોપીઓ માર્યા ગયા છે. ઉમેશ પાલે BSP ધારાસભ્ય રાજુ પાલની હત્યાના પ્રત્યક્ષ સાક્ષી હતા, જેમને અસદ અને તેના સાથીઓએ પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાનની બહાર ગોળી મારી હતી. 24 ફેબ્રુઆરીનું આ શૂટઆઉટ કોઈ ફિલ્મના શૂટિંગથી ઓછું ન હતું. ઘટનાના CCTV ફૂટેજમાં ભયાનક ગોળીબાર અને બોમ્બમારો જોવા મળ્યો હતો, જેમાં અસદ અહેમદ પોતે ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. ઉમેશ પાલની સાથે તેના 2 સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા હતા. ગોળીબાર-બૉમ્બ ધડાકા પછી બીજા જ દિવસે, ઉમેશની પત્નીએ અતીક, અશરફ, અતીકની પત્ની શાઇસ્તા પરવીન, બે પુત્રો, સહાયકો ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય નવ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આ પછી પ્રયાગરાજ પોલીસે મામલાની તપાસ શરૂ કરી. ઉમેશ પાલની હત્યાના ત્રણ દિવસ પછી, પ્રયાગરાજ પોલીસે 27 ફેબ્રુઆરીએ અસદના ડ્રાઇવર અને તેના સાગરિતોને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા. આરોપી ઉસ્માનને પણ પોલીસે ઝડપી લીધો હતો. પ્રયાગરાજમાં જ 6 માર્ચે એન્કાઉન્ટર થયું હતું.
ઉમેશ પાલની હત્યાના આરોપી અતીકના પુત્ર અસદ અહેમદ અને અન્ય આરોપી ગુલામની જાણ થતાં પ્રયાગરાજ પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસ પહોંચતા સાથે જ અસદ અને ગુલામે ત્યાથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ બાઇક પર હતા અને કથિત રીતે પોલીસ ટીમ પર ઓછામાં ઓછા 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આખરે 13મી એપ્રિલે પોલીસ ટીમે બંનેનું એન્કાઉન્ટર કર્યું હતું. અસદ અને ગુલામના એન્કાઉન્ટર પછીની તસવીરો પણ સામે આવી હતી. ગોળી વાગી ગયા બાદ તેઓ બાઇક પરથી પડી ગયા હતા. બાઇક પણ અસદના મૃતદેહની બાજુમાં પડેલું જોવા મળ્યું હતું. અસદ અને ગુલામ બંનેના હાથમાં પિસ્તોલ પણ જોવા મળી હતી, જેમાં તેમની બંને આંગળીઓ ટ્રિગર પર હતી. હવે વિપક્ષ અતીક બ્રધર્સની હત્યા પર પણ સવાલો ઉઠાવી રહ્યો છે.
અતીક અહેમદ સમાજવાદી પાર્ટી તરફથી સંસદસભ્ય પણ રહી ચુક્યા છે. તેને કોર્ટમાં રજૂ કરવા ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટે બંને ભાઈઓને રિમાન્ડ પર મોકલી દીધા હતા અને તેઓ પોલીસ કસ્ટડીમાં હતા. જંગલોમાં કથિત હથિયારોની શોધખોળના ઓપરેશન પછી પોલીસ બંને ભાઈઓને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી ત્યારે ત્રણ બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો. અતીક બ્રધર્સ પર ગોળીબાર કરનારા ત્રણેય હુમલાખોરોએ એક જ સમયે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની સાથે આરોપીઓએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. ત્રણ આરોપીઓની ઓળખ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે.
અતીકના પુત્ર અસદને કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. તેની દફનવિધિમાં બહુ ઓછા લોકો સામેલ થયા હતા અને આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. કબ્રસ્તાનથી ત્રણ કિલોમીટરના અંતરે અતીકની પૂછપરછ કરવામાં આવી રહી હતી, પરંતુ તે પુત્રનો ચહેરો જોઈ શક્યો ન હતો. છેલ્લી ક્ષણે પણ જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે તમે તેમના પુત્રના અંતિમ સંસ્કારમાં કેમ ન ગયા, તો અતીકે જવાબ આપ્યો, પોલીસ તેને ન લઈ ગઈ થોડી જ વારમાં, એક હુમલાખોરે તેને માથામાં ગોળી મારી દીધી અને તે ત્યાં જ જમીન પર પડી ગયો. અને સમગ્ર અતીક બંધુના મહત્વના અધ્યાય સમાપ્ત થયા હતા.