દ્વારકાના ખંભાળિયામાં ભાડથર ગામે પાંચ દિવસ પહેલા ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે ખેડૂતના આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં સાત આરોપીઓ સામેલ છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. ઘટનામાં મૃતકના પુત્રી દ્વારા કુલ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે પૈકી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત આહીર સેના ગુજરાત વતી આહિર સમાજ દ્વારા આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી.
ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો.. આ વીડિયોમાં તેઓએ સાત લોકોના કારણે આપઘાત કરતા હોવાનું જણાવ્યું હતું.. ભાયાભાઈએ વીડિયોમાં સાત લોકો વિરુદ્ધ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓ ખંભાળીયા પોલીસ મથક પર આક્ષેપ કરે છે, કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાત કોઈએ સાંભળી નહોંતી.
આશરે રૂપિયા અઢી કરોડ જેટલી રકમની ઠગાઈ થવા પર મૃતકના પુત્રી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતાના પિતાના અકાળે આપઘાત કરવા ઉપરાંત તેમને મરી જવા માટે મજબૂર કરતા શખ્સો સામે આક્ષેપો કરતો પુત્રીઓનો હૃદયદ્રાવક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો વાયરલ થતા જ પોલીસે જૂનાગઢ જિલ્લાના 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે..સમગ્ર કેસમાં સાત આરોપી સામેલ હતા જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ અંગેની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી રમેશ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણિયાની વિધિવત રીતે અટકાયત કરી લીધી છે.
સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.. તો મૃતકની પુત્રીઓએ પણ ન્યાય ન મળે તો ઝેરી દવા ખાઈને જીવન ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારી છે.
પિતાને ગુમાવ્યા બાદ દીકરીઓનું રૂદન