V Narayanan ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી. 1964માં તમિલનાડુમાં જન્મેલા ડૉ. વી. નારાયણન 14 જાન્યુઆરીએ ઈસરોના 11મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે, અને તે ડૉ. S. Somnath નું સ્થાન લેશે.
અવકાશ વિભાગના સચિવ
વી. નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. તેઓ એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં ચાર દાયકાનો અનુભવ ધરાવે છે.1984માં ISROમાં જોડાયેલા V Narayanan એ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માં પ્રારંભિક કારકિર્દી શરૂ કરી હતી. 1989માં, તેમણે IIT ખડગપુરમાંથી ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં પ્રથમ ક્રમ સાથે M.Tech પૂર્ણ કર્યું અને 2001માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં Ph.D કરી.

આ પણ જુઓ – Mahakumbh 2025: દુર્લભ સંયોગમાં મહાકુંભની શરૂઆત
તેમણે સાઉન્ડિંગ રોકેટ, ASLV, PSLV જેવી મહત્વપૂર્ણ પ્રણાલીઓ પર કામ કર્યું હતું. LPSCના નિયામક તરીકે, તેમણે 190 લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ અને PSLV અને GSLV Mk-III મિશન માટે પ્રણાલીઓ તૈયાર કરી. ચંદ્રયાન-3ની સફળતા માટે અને ચંદ્રયાન-2ની ખામીઓ સુધારવા માટે તેમના યોગદાનને સર્વત્ર પ્રશંસા મળી છે.વી. નારાયણનને તેમના યોગદાન માટે NDRFથી નેશનલ ડિઝાઇન એવોર્ડ, એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોલ્ડ મેડલ અને IIT ખડગપુરથી સિલ્વર મેડલ મળ્યા છે.