Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeNATIONALBudget 2025: મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર

Budget 2025: મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર

Share:

કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman દ્વારા શનિવારે (૧ ફેબ્રુઆરી, ૨૦૨૫) રજૂ કરાયેલા Budget 2025 માં મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી છે.

આવકવેરો

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા ₹50 હજારથી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. સરકાર આવતા અઠવાડિયે નવું આવકવેરા બિલ રજૂ કરશે.

સસ્તું-મોંઘુ

EV બેટરી મેન્યુફેક્ચરિંગ માટે મુક્તિ આપવામાં આવેલ કેપિટલ ગુડ્સની યાદીમાં 35 વધારાના માલસામાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી EV સસ્તી થઈ શકે છે. 28 વધારાના સામાનનો મોબાઈલ ફોન બેટરી ઉત્પાદન માટે મુક્તિ અપાયેલ કેપિટલ ગુડ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી મોબાઈલ સસ્તા થઈ શકે છે. સરકારે 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે. તેનાથી આ દવાઓ સસ્તી થશે. ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે ખર્ચાળ હશે. કસ્ટમ ડ્યુટી 10% થી વધારીને 20% કરી.

ખેડૂત

ધન ધાન્ય યોજના શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જ્યાં ઉત્પાદન ઓછું છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત. હાલમાં કાર્ડની મહત્તમ મર્યાદા 3 લાખ રૂપિયા છે. કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનું મિશન શરૂ કરવામાં આવશે. Makhana Board ની રચનાની જાહેરાત. બિહારના ખેડૂતોને મખાણાની ખેતીમાં મદદ મળશે.

આ પણ વાંચો – Budget History: ભારતમાં પહેલું બજેટ કોણે રજૂ કર્યું?

શિક્ષણ

તમામ સરકારી માધ્યમિક શાળાઓને Broadband Connectivity સાથે જોડવામાં આવશે. 500 કરોડના ખર્ચે AI શિક્ષણ સંબંધિત શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. મેડિકલ કોલેજોમાં 5 વર્ષમાં 75 હજાર સીટોનો ઉમેરો થશે. આવતા વર્ષે 10 હજાર બેઠકોનો ઉમેરો થશે. 2014 પછી રચાયેલી 6 માંથી 5 IIT માં સીટો બમણી કરવામાં આવશે. 6500 નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

પરમાણુ મિશન

2047 સુધીમાં 100GW Nuclear Energy વિકસાવવા મિશન શરૂ કરવાની જાહેરાત. આ મિશનને પૂર્ણ કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી કરવામાં આવશે. નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે ન્યુક્લિયર એનર્જી મિશનની જાહેરાત. ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત નાના મોડ્યુલર રિએક્ટર 2033 સુધીમાં કાર્યરત કરવામાં આવશે.

પ્રવાસન અને કનેક્ટિવિટી

UDAN યોજના દ્વારા આગામી 10 વર્ષમાં 120 નવા શહેરોને જોડવાની યોજના. Bihar માં 3 ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાની જાહેરાત. રાજ્યોની ભાગીદારીમાં 50 ટોચના પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે. ‘હીલ ઇન ઇન્ડિયા’ યોજના દ્વારા મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments