પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે Haryana ના પાણીપતમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે LICની Bima Sakhi Yojana ની શરૂઆત કરાવી હતી. LICની Bima Sakhi Yojana શિક્ષિત મહિલાઓ માટે છે. જેનો ઉદ્દેશ્ય તેમને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. 18 થી 70 વર્ષની વયની 10મી પાસ મહિલાઓ વીમા સખી યોજના માટે પાત્ર છે. આ યોજનામાં ભાગ લેનાર મહિલા વીમા સખી તરીકે ઓળખવામાં આવશે. તે પોતાના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવામાં મદદ કરશે. જેના કારણે તેમને સ્વરોજગારીની તક મળશે. આ યોજના હેઠળ, શિક્ષિત મહિલાઓને પ્રથમ 3 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે. જેથી લોકોમાં નાણાકીય સમજણ વધે અને વીમાનું મહત્વ સમજાવવામાં આવે..

હવે જાણીયે કે મહિલાઓ આ યોજનામાં કેવી રીતે કરી શક્શે અરજી..
આ રીતે કરવી અરજી
- https://licindia.in/test2 ઓપન કરવું
- સ્ક્રોલ કરી નીચે તરફ જવું
- Click here for Bima Sakhi પર ક્લિક કરવું
- નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, વગેરે ભરવું
- LIC ઈન્ડિયાના સાથે સંબંધ છે તો તેની જાણકારી આપવી
- અંતમાં કેપ્ચા કોડ ભરી સબમિટ બટન પર ક્લિક કરો
આ યોજના હેઠળ મહિલાઓને 3 વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તેમને આર્થિક સહાય આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં 7000 રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષમાં દર મહિને 6000 રૂપિયા અને ત્રીજા વર્ષમાં દર મહિને 5000 રૂપિયા મળી શક્શે. આ પ્રદર્શન ધોરણ મહિલાઓને તેમના ગ્રાહકોને સારી સેવા આપવા અને તેમની વીમા પોલિસી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો: Pushpa 2: ફાયર નહીં વાઈલ્ડ ફાયર હૈં…
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સામાજિક સુરક્ષા અને ગરીબીને તેના મૂળમાંથી નાબૂદ કરવા માટે વીમા સખી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના ચલાવી રહી છે. ખૂબ જ ઓછા પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.