આમળાનું સેવન કરવાથી થતા ફાયદા
Benefits of Amla: શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં આમળાનું પણ આગમન થઇ જાય છે. શિયાળાની ઋતુમાં ઉત્તમ ગણાતું ફળ આમળા છે.આમળાને એક સુપર ફુડ ગણવામાં આવે છે. આમળામાં મોસંબી કરતા પણ વધારે માત્રામાં વિટામિન Cનું પ્રમાણ રહેલું હોય છે, આમળમાં એન્ટીઓક્સિડેન્ટ, પોટેશિયમ, ફાયબર જેવાં તત્વો પણ રહેલા છે. આમળાને આયુર્વેદમાં રસાયણ ગણવામાં આવે છે. કેમકે આમળમાં રહેલા તત્વો શરીરમાં થતાં વાયુ-પિત્તના દોષોનું નિવારણ કરે છે.
Benefits of Amla: આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે, જે આપણા શરીર માટે અત્યંત જરૂરી છે.
- આમળામાં વિટામિન C અને વિટામિન A સાથે સાથે ઝિંક, કેલ્શિયમ, મેગનેશિયમ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરનો ઝેરી કચરો સાફ કરે છે અને લિવરની ક્ષમતા વધારે છે.
- આમળાનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. સાથે સાથે આમળમાં વિટામિન A પણ હોય છે જેના કારણે મોતિયો થવાની સંભાવના ઓછી રહે છે.
- આમળાનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને સફેદ વાળ પણ આવતા નથી.
- આમળા ખાવાથી શરીરની પાચનશક્તિ મજબૂત થાય છે.
- શિયાળાની ઠંડીને કારણે આપણી સ્કિન ડ્રાય પડી જાય છે પણ આમળાનું સેવન કરવાથી આપણી સ્કિન ડ્રાય થતી નથી. સ્કિનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
- આમળા સામાન્ય થતી શરદી ખાંસીમાં રાહત આપે છે.
- આમળા શરીરમાં રહેલા એક્સ્ટ્રા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે.
- આમળાના સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે એટલે કે કબજીયાત જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.