કેન્દ્ર સરકારે Ayushman Bharat Yojana નો વધુ વિસ્તાર કર્યો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે. આ અંતર્ગત દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી શકે છે. Modi C એ બુધવારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
સરકારના મતે 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને Ayushman Bharat Yojana નો લાભ મળશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારો તેમાં સામેલ થશે. ભાજપે લોકસભા ચૂંટણી માટેના પોતાના ઘોષણાપત્રમાં આ વચન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે શરૂઆતમાં 3,437 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જેમ જેમ લોકો આ યોજનામાં જોડાશે તેમ તેમ તેનો વ્યાપ વિસ્તારવામાં આવશે. સરકારે કહ્યું કે 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આ યોજનાનો લાભ લઈ શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે.
આ પણ વાંચો: Chhatrapati Shivaji: “હું પ્રતિમા પડવા બદલ માફી માંગી છું”
જે પરિવારો પહેલેથી જ આયુષ્માનના દાયરામાં છે તેઓને 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે રૂ.5 લાખ સુધીનું વધારાનું કવર મળશે. પરિવારના અન્ય સભ્યો તેનો ઉપયોગ કરી શકશે નહીં.
Ayushman Bharat Yojana સૌથી મોટી વીમા યોજના
કેન્દ્રએ 2017માં આ યોજના શરૂ કરી હતી. આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે, જે દેશના સૌથી ગરીબ 40 ટકા લોકોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની મફત સારવાર પૂરી પાડે છે.
પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોએ કર્યો ઇનકાર
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2017માં શરૂ કરી હતી. જો કે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજ્યમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ, દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય છે. આ યોજના હેઠળ પ્રવેશના 10 દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઈ છે.
તમામ રોગોને આવરી લે છે આ કાર્ડ
આ યોજનામાં તમામ રોગોને આયુષ્માન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં પરિવહનના ખર્ચને આવરી લેવામાં આવે છે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે.