મુકેશ અંબાણીના નાના પુત્ર Anant-Radhika Shubh Aashirwad સમારોહ 13 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાયો હતો. PM નરેન્દ્ર મોદી લગભગ 8:30 વાગ્યે પહોંચ્યા હતા. અહીં તેઓ 2 કલાક 40 મિનિટ રોકાયા હતા.
Anant-Radhika Shubh Aashirwad દરમિયાન PM મોદીએ અનંત-રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. બંનેએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મોદીએ તેમને ભેટ પણ આપી હતી. મુકેશ અંબાણીએ કહ્યું, ‘અનંત અને રાધિકા સાત જિંદગીના સાથી બની ગયા છે.’ અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા.
અનંત અંબાણીના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણીએ જગદગુરુ રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા. તેઓ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અનંત-રાધિકા ‘શુભ આશીર્વાદ’ સમારોહમાં પધાર્યા હતા.
મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ‘શુભ આશીર્વાદ’ સમારોહમાં શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી, સોનુ નિગમ, હરિહરન અને અન્ય લોકો લોકપ્રિય ભજન ‘રામ રામ જય રાજા રામ’ ગાય રહ્યા છે.
મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ‘શુભ આશીર્વાદ’ સમારોહમાં સિતાર પર નિલાદ્રી કુમાર, સંતૂર પર રાહુલ શર્મા, વીણા પર રાજેશ વૈધ અને મૃદંગમ પર શ્રીધર પાર્થસારથી દ્વારા શાસ્ત્રીય સંગીતનું પ્રદર્શન કરવામાં આવ્યું.
12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા. સૌ પ્રથમ વર્માલા હતી. આ પછી લગ્નની વિધિ, સાત ફેરા અને સિંદૂરનું દાન વિધિ થઈ હતી.
આ પણ વાંચો: Anant-Radhika Guests: સૌથી ભવ્ય અને પ્રભાવશાળી લગ્નો પૈકીના એક