હાલ, દેશના સૌથી ધનિક અને વિશ્વ સ્તરે સૌથી ધનિકોની યાદીમાં પોતાનું રોશન કરેલા મુકેશ અંબાણીના ઘરમાં લગ્નનો પ્રસંગ આવ્યો છે. તો આગામી 12 જુલાઈના રોજ અનંત-રાધિકાના લગ્ન થવાના છે. તો 13 જુલાઈના રોજ આર્શિવાદ અને 14 જુલાઈના રોજ રિશેપ્શન રાખવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલ રાત્રે મુંબઈમાં Anant-Radhika Garba Night નું આયોજન કર્યું હતું.
Anant-Radhika Garba Night ને ચાર ચાંદ લગાવવા માટે ગુજરાતની લોકપ્રિય ગાયક કિંજલ દવેએ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે કિંજલ દવેએ તેના મધુર કંઠથી અનંત અંબાણી-રાધિકા મર્ચેન્ટની ગરબા નાઈટમાં આવેલા લોકોને થનગનાટના તાલે રમાડ્યા હતાં. તો કિંજલ દવેના કંઠેથી નીકળેલા સુરના તાલે વિદેશી મહેમાનો પણ ઝૂમી ઉઠ્યા હતાં.

જણાવી દઈએ કે, અનંત-રાધિકાની ગરબા નાઈટ, સંગીત નાઈટ, હલ્દી અને મહેંદી સેરેમની થઈ ચૂકી છે. જેમાં મોટાભાગના બોલિવૂડ સેલેબ્સે ભાગ લીધો હતો. હવે આગામી 12 જુલાઈના રોજ Jio કન્વેન્શન સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સપ્તપદીના સાત ફેરા ફરશે. જે બાદ અંબાણી પરિવાર તરફથી ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્નની વિધિ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. જે માટેના અલગ-અલગ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Anant-Radhika Mehendi Ceremony: વિશ્વભરના VVIP મહેમાનો હાજર