ભારતે સોમવારે ઓડિશાના બાલાસોર કિનારે લાંબા અંતરની સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોર્પિડોઝનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. DRDO એ જણાવ્યું છે કે, આ પ્રણાલી ટોર્પિડોઝની પરંપરાગત શ્રેણીની બહાર એન્ટિ-સબ મરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.” સ્માર્ટ ટોરપિડો એ લાઇટ એન્ટિ-સબમરીન ટોરપિડો સિસ્ટમની મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ છે જે એન્ટી-સબમરીન વોરફેરની કામગીરી માટે રેન્જની બહાર છે. આ પ્રક્ષેપણ અને પ્રદર્શન એન્ટી-સબમરીન યુદ્ધ ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે નિર્ણાયક છે.
પરીક્ષણ દરમિયાન મિસાઈલની સંપૂર્ણ શ્રેણીની ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમને ટોર્પિડોની પરંપરાગત શ્રેણી કરતાં દૂર સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
DRDO અને ભારતીય વાયુસેના (IAF) દ્વારા શનિવારે પોખરણ રેન્જમાંથી સ્વદેશી રીતે તૈયાર કરાયેલ અને વિકસિત હેલિકોપ્ટર લોન્ચ સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક (SANT) મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના શસ્ત્રાગારને લોંગ-રેન્જ બોમ્બ અને સ્માર્ટ એન્ટિ-એરફિલ્ડ વેપન પછી વધુ મજબૂતી મળી.