Jammu-Kashmir વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બુધવારે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ રાત્રે 9 વાગ્યા સુધી આ બેઠકો પર 56% મતદાન થયું હતું. આ ગત ચૂંટણી કરતાં 4% ઓછું છે. 2014માં આ બેઠકો પર 60% મતદાન થયું હતું.
બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.
Jammu-Kashmir માં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. આ દરમિયાન 61.38% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% હતું.
આ પણ વાંચો: Paracetamol: વિટામિનની ગોળી લેતા પહેલા ચેતજો!
ઘણા દિગ્ગજ નેતાઓએ પણ ચૂંટણી જંગમાં ભાગ લીધો હતો. તેમાં એનસીના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને બીજેપી જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દર રૈનાનો સમાવેશ થાય છે. આ વખતે રાજ્યમાં બમ્પર મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં 54 ટકા મતદાન થયું હતું. રિયાસી અને પૂંચ જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું.તમને જણાવી દઈએ કે બીજા તબક્કા માટે 3502 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આ તબક્કામાં 25 લાખથી વધુ મતદારો મતદાન કરવા પાત્ર હતા.