પ્રધાનમંત્રી Narendra Modi 17 સપ્ટેમ્બરે તેમનો 74 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને તેમના જીવનના 75 મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુજરાતના વડનગરથી દિલ્હી સુધીના પ્રવાસમાં તેમને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ટી સ્ટોલના માલિકથી લઈને સંઘના પ્રચારક સુધી અને ભાજપના કાર્યકરથી લઈને દેશના પ્રધાનમંત્રી Narendra Modi બનવા સુધી તેમણે અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.
Narendra Modi એ રાજકારણમાં કર્યો પ્રવેશ
વર્ષ 1985માં PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં BJP નું સભ્યપદ લીધું હતું. PM મોદી પાર્ટીના સક્રિય કાર્યકર બની ગયા અને ટૂંક સમયમાં જ તેમને ભાજપમાં ઘણી મોટી જવાબદારીઓ મળવા લાગી. વર્ષ 1988-89માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 1995માં PM મોદીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા.
2001માં બન્યા ગુજરાતના મુખ્યમંત્રી
ગુજરાતમાં 2001માં ભયાનક ભૂકંપ આવ્યો અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તબાહી મચી ગઇ હતી. ત્યારબાદ તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સંભાળવા દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. આ રીતે તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ પછી તેમણે એક પછી એક સારા કામ કર્યા. પરિણામ એ આવ્યું કે ગુજરાતની જનતાએ તેમને 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા હતા.
આ પણ વાંચો: Chhatrapati Shivaji: “હું પ્રતિમા પડવા બદલ માફી માંગી છું”
ત્રણ વખત બન્યા દેશના પ્રધાનમંત્રી
2014 માં જનતા UPA સરકાર સામે વિકલ્પ શોધી રહી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. આવી સ્થિતિમાં NDA તરફથી નરેન્દ્ર મોદીને Prime Minister ના ચહેરા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં NDA પ્રચંડ બહુમતી સાથે જીત્યું અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના Prime Minister બન્યા. આ પછી વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NDA એ ફરી એક વાર જંગી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ PM મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સરકારની રચના થઈ હતી. 2024માં નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા.