Sunita Williams અને તેમના સાથી બુચ વિલ્મોર જૂન મહિનામાં NASA માંથી સ્પેસમાં ગયા હતા. પરંતુ પોતાના અવકાશયાનમાં ખામી સર્જાતાં તેઓ પરત ફરી શક્યા ન હતા. હવે તેમને લગતા સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેના અનુસાર, Sunita Williams અને Barry Wilmore નો સંદેશો આવ્યો છે. તેમાં તેમણે જલ્દી જ પૃથ્વી ઉપર પાછા ફરવાની ખાતરી આપી છે. આ સાથે આ સંદેશમાં સુનિતાએ અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવેલા નાના તોફાનો અને ચક્રવાત વિશેની વાત પણ કહી હતી.
સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન મહિનામાં આઠ દિવસના મિશન માટે સ્પેસ સ્ટોશનમાં પહોંચ્યા હતા. પરંતુ તેમના અવકાશયાનમાં કોઈ ટેક્નિકલ ખામી આવવાના કારણે તેઓ અટવાઈ ગયા હતા. તેઓ અઠવાડિયા પહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત આવવાના હતા. અવકાશયાત્રી બૂચ વિલ્મોર અને સુનિતા 13 જૂનથી ISS પર ફસાયેલા છે. પરંતુ તેમણે પત્રકાર સાથે અવકાશમાંથી જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
સુનિતા વિલિયમ્સએ કહ્યું હતું કે, ‘મારા હૃદયમાં સારી લાગણી છે કે અવકાશયાન આપણને ઘરે પહોંચાડશે, તેમાં કોઈ સમસ્યા નથી.’ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બંને અવકાશયાત્રીઓની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. સુનિતા અને બૂચે મિશનના આ અચાનક વિસ્તરણ વિશે ફરિયાદ કરી ન હતી. બંનેએ કહ્યું કે તેઓ ISS પર હાજર ક્રૂની મદદ કરવામાં આનંદ અનુભવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓએ મિશનના લંબાણને હકારાત્મક રીતે લીધો. આનાથી તેને ISS ક્રૂ સાથે વધુ સહકાર કરવાની તક મળી હતી.
આ પણ વાંચો: Sunita Williams: પૃથ્વી પર પાછા ફરવું બન્યું મુશ્કેલ?