રાજ્યના 15 Water Park માં GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. Water Park ના 27 એકમો પર દરોડાની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. GST વિભાગના દરોડામાં 57 કરોડથી વધારેના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. અમદાવાદ, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, નવસારી, બનાસકાંઠા, ખેડામાં GST વિભાગની તપાસ ચાલી રહી છે.
કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ
15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડામાં કોસ્ચ્યુમ લોકર, અન્ય એસેસરીઝના રોકડ વ્યવહાર સામે આવ્યા છે. રૂમ ભાડાની રકમ QR કોડ થકી સગાના ખાતામાં મોકલાતી હોવાનો ખુલાસો થયો છે. પ્રવેશ મેળવનારની એન્ટ્રી ન દર્શાવી કરચોરી પણ થતી હોવાનું ખૂલ્યું છે. તપાસમાં મોટી કરચોરી મળવાની સંભાવના છે.
GST વિભાગના દરોડા
- અમદાવાદ – ફલેમીંગો વોટરપાર્ક એન્ડ રીસોર્ટ, 7એસ વોટર પાર્ક એન્ડ એડવેન્ચર, જલધારા વોટરવર્લ્ડ, સ્વપન સૃષ્ટિ વોટર પાર્ક
- હિંમતનગ – વોટરવીલે વોટરપાર્ક અને સુસ્વા વોટર પાર્ક
- મહેસાણા – બ્લીસ એક્વા વોટર રીસોર્ટ અને શ્રી ગણેશા ફનવલ્ડ
- રાજકોટ – વોટરવેલી રીસોર્ટ પ્રા. લી., એકવાટીક વોટરપાર્ક, ધી હેવન વોટર રીસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ અને ધી સમર વેવ્સ વોટર પાર્ક
- બનાસકાઠા – શીવધારા રીસોર્ટ
- ખેડા – વોટરસીટી વોટર પાર્ક
આ પણ વાંચો: Narendra Modi: રાષ્ટ્રપતિએ મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું