Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeGUJARAT NEWSBJP Candidate: ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતની 7 બેઠક પર મૂરતિયા નક્કી

BJP Candidate: ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતની 7 બેઠક પર મૂરતિયા નક્કી

Share:

BJP Candidate: લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીનો સમય જ બાકી છે. ત્યારે BJP એ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે આજે 72 લોકોના નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં 10 રાજ્યોની 72 બેઠક માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ક્યાં રાજ્યમાં કેટલા ઉમેદવાર જાહેર કર્યા આવો જાણીયે..

  • દિલ્હી : 02
  • હરિયાણા : 06
  • ગુજરાત : 07
  • મહારાષ્ટ્ર : 20
  • મધ્ય પ્રદેશ : 05
  • કર્ણાટક : 20
  • તેલંગાણા : 06
  • ઉત્તરાખંડ : 02
  • ત્રિપુરા : 01
  • હિમાચલ પ્રદેશ: 02
ગુજરાતના ઉમેદવારોની યાદી (BJP Candidate Of Gujarat)
  • અમદાવાદ પૂર્વની બેઠક પરથી હસમુખ પટેલ
  • સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર
  • ભાવનગર બેઠક પરથી નીમુબેન બાંભણિયા
  • છોટાઉદેપુર બેઠક પરથી જશુભાઈ રાઠવા
  • વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ
  • સુરત બેઠક પરથી મુકેશ દલાલ
  • વલસાડ બેઠક પરથી ધવલ પટેલ
બીજી યાદીની વિશેષતા

બીજી યાદીમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં હરિયાણાના પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરનો સમાવેશ થાય છે. બસવરાજ બોમાઈ અને ઉત્તરાખંડના પૂર્વ CM ત્રિવેન્દ્રસિંહ રાવતનો સમાવેશ થાય છે. તેમને હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી છે. હાવેરી બેઠક પરથી કર્ણાટકના પૂર્વ CM બસવરાજ બોમાઈ પસંદ કરવામાં આવ્યા. આ વખતે સુરત બેઠક પર દર્શના જરદોશ, સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડ અને ભાવનગરમાં ભારતીબેન શિયાળની ટિકિટ કપાઇ છે.

22 બેઠકો પર ઉમેદવાર જાહેર

2 માર્ચે પાર્ટીએ પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. ત્યારે આ વખતે ગુજરાતના વધુ 7 ઉમેદવારોના નામ યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 10 વર્તમાન સાંસદોની ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. BJP Candidate ની ઉમેદવારોની યાદીમાં અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: BJP: ઉમેદવારની પહેલી યાદી જાહેર, ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવાર રિપીટ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments