ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન Bharat Ratna થી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી.
વડાપ્રધાન મોદીનું ટ્વીટ
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું, “મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને Bharat Ratna એનાયત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા. આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક, ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેઓએ પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે રાષ્ટ્રની સેવા કરી છે. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય રહ્યા છે, સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા છે.
લાલકૃષ્ણ અડવાણીની રાજકીય સફર
- 1966-67 -> પહેલી વાર ઈન્ટરીમ મેટ્રોપોલિટન કાઉન્સિલના નેતા બન્યા 1970 પહેલી વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
- 1973-77 -> જનસંઘના અધ્યક્ષ બન્યા
- 1977-80 -> જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી રહ્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા
- 1980 -> ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી રહ્યા
- 1986-91 -> ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા
- 1989 -> પહેલી વાર લોકસભા માટે ચૂંટાયા
- 1999-2004 -> દેશના ગૃહ મંત્રી બન્યા
- 2002-2004 -> દેશના નાયબ વડાપ્રધાન બન્યા 2014માં છેલ્લી વખત ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લક્યા

રામ મંદિરનો મુદ્દો
એલ.કે.અડવાણીના નેતૃત્વમાં ભાજપે રામ જન્મભૂમિનો મુદ્દો ઉઠાવ્યો. 1980માં વિશ્વ હિન્દુ પરિષદે (VHP)એ રામ મંદિર નિર્માણની ઝુંબેશ શરૂ કરી. ભાજપે રામ મંદિરના મુદ્દાને રાજનીતિક એજન્ડા બનાવી દીધો. દેશની રાજનીતિમાં સૌથી વધુ યાત્રા કાઢવાવાળા અડવાણી એકમાત્ર નેતા છે. તેમના નેતૃત્વમાં 6 મોટી યાત્રા થઈ. અડવાણીના નેતૃત્વમાં આ યાત્રા ગુજરાતના સોમનાથથી 25 સપ્ટેમ્બર 1990થી શરૂ થઈ અને 30 ઓક્ટોબરે રામ જન્મભૂમિ અયોધ્યો પહોંચી. આ યાત્રાથી ભાજપ વધુ શક્તિશાળી પાર્ટી બની અને 1991ના લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ ભાજપ સૌથી વધુ વોટ મેળનારી પાર્ટી બની. 6 ડિસેમ્બર 1992ના રોજ રામ મંદિર આંદોલન માટે ભેગા થયેલાં ટોળાં દ્વારા બાબરી મસ્જિદને કારસેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધરાશાયી થયા બાદ દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં, જેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. જોકે 2020માં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં CBI કોર્ટે એલ.કે.અડવાણીને નિર્દોષ જાહેર કર્યા હતા.