નવા વર્ષના પહેલા જ દિવસે ISRO એ ઈતિહાસ રચ્યો છે. ISRO એ નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ આવો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. સેટેલાઈટ પલ્સર, બ્લેક હોલ, ગેલેક્સી અને રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. સેટેલાઈટનું નામ XPoSat છે. XPoSat એટલે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ . આ સાથે જ 10 અન્ય પેલોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે.
XPoSat આજે એટલે કે 1 જાન્યુઆરીએ સવારે 09:10 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવી. બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે XPoSat પાસે બે પેલોડ્સ પોલિક્સ અને એક્સપેક્ટ લાગેલાં છે. તેમને પૃથ્વીથી 650 કિ.મી. ઉપરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા.
આ ભારતનું પહેલું મિશન છે. 2021માં નાસાના ઇમેજિંગ એક્સ-રે પોલરિમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ચ થયું હતું. ઈસરોનું આ મિશન દુનિયાનું બીજું પોલરિમેટ્રી મિશન પણ છે. સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ, બેલાટ્રિક્સ એયરોસ્પેસ, TM2 સ્પેસના પેલોડ પણ PSLV રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે. કુલ 10 પેલોડ આ રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે.
XPoSatનો હેતુ:
XPoSatનો હેતુ બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ, એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લી, પલ્સર વિન્ડ નેબ્યુલા વગેરે જેવા વિવિધ ખગોળશાસ્ત્રીય સ્ત્રોતોમાંથી ઉત્સર્જિત રેડિયેશનનો અભ્યાસ કરવાનો છે. રેડિયેશન ખૂબ જ જટિલ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા રચાય છે અને તેમના ઉત્સર્જનને સમજવું ખૂબ જ પડકારજનક છે.
અમેરિકા પછી ભારત બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે વિશેષ ઉપગ્રહ મોકલનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. બ્લેક હોલ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલવાનું છે. ISROના ચંદ્રયાન-3 અને આદિત્ય એલ 1 મિશન પછી હવે અવકાશ સંશોધનની દિશામાં આ દેશનું એક નવું અને ઐતિહાસિક પગલું છે. ISROના જણાવ્યા મુજબ,
- PSLV-C58 કોડવાળું ભારતીય રોકેટ PSLV-DL વેરિયન્ટ છે
- 44.4 મીટર ઊંચું અને 260 ટન વજન ધરાવે છે
- XPoSat Mission ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે
- આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે
- XPoSatનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે.
આ પણ વાંચો: વર્ષ 2023ની પ્રચલિત ઘટનાઓ