Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALLoksabha: લોકસભા ઘૂસણખોરી કેસના માસ્ટરમાઈન્ડ લલિત ઝાનું સરેન્ડર

Loksabha: લોકસભા ઘૂસણખોરી કેસના માસ્ટરમાઈન્ડ લલિત ઝાનું સરેન્ડર

Share:

LOKSABHA SECURITY BREACH: કેસના મુખ્ય સૂત્રધાર લલિત મોહન ઝાએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે લલિત ઝાની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે ઘટનાનો વીડિયો બનાવ્યા બાદ લલિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેણે તેના તમામ સાથીઓના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા. લલિત બસ દ્વારા રાજસ્થાનના નાગૌર પહોંચ્યો હતો. ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને એક હોટલમાં રાત વિતાવી. જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે. ત્યારે તે બસમાં દિલ્હી પાછો આવ્યો અને અહીં તેણે આત્મસમર્પણ કર્યું. હાલ તે પોલીસના સ્પેશિયલ સેલની કસ્ટડીમાં છે.

સંસદ પર ઘાતક હુમલાની 22મી વર્ષગાંઠ પર એક વ્યક્તિ નીચલા ગૃહના ધારાસભ્યોના વિસ્તારમાં કૂદી ગયો. આ ઘટના મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયેલ નવી, ઉચ્ચ સુરક્ષાવાળી સંસદ બિલ્ડીંગમાં બની હતી.

કોણ છે આરોપીઓ?

1. સાગર, ઉત્તરપ્રદેશ

સાગર યુપીના લખનૌનો રહેવાસી છે. તે 12મું પાસ છે અને ઈ-રિક્ષા ચલાવે છે. પિતા સુથાર છે. બે દિવસ પહેલા હું વિરોધ કરવા જાઉં છું તેમ કહી ઘરની બહાર નીકળી ગયો હતો.

2. નીલમ, હરિયાણા

નીલમ હરિયાણાના જીંદ જિલ્લાની રહેવાસી છે. તે છેલ્લા 6 મહિનાથી હિસારમાં PGમાં રહીને હરિયાણા સિવિલ સર્વિસ એક્ઝામ અને HTET (હરિયાણા ટીચર એલિજિબિલિટી ટેસ્ટ)ની તૈયારી કરી રહી હતી.

3. મનોરંજન, કર્ણાટક

મનોરંજન કર્ણાટકના મૈસૂરનો રહેવાસી છે. બેચલર ઑફ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કેટલીક કંપનીઓમાં કામ કર્યું. હાલમાં ખેતી કરે છે. મનોરંજને ભાજપના સાંસદ પ્રતાપ સિંહાના કાર્યાલયમાંથી લોકસભામાં પ્રવેશ પાસ લીધો હતો.

4. અમોલ, મહારાષ્ટ્ર

અમોલ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો રહેવાસી છે. સ્નાતક સુધી અભ્યાસ કર્યો. પોલીસ અને સેનાની ભરતીની પરીક્ષાઓની તૈયારી કરતી વખતે તે રોજીંદા મજૂર તરીકે કામ કરતો હતો. અમોલના માતા-પિતા અને બે ભાઈઓ પણ મજૂરી કરે છે.

5. વિકી, ગુરુગ્રામ

આરોપી સાગર, મનોરંજન, નીલમ અને અમોલ શિંદે દિલ્હી જતા પહેલા ગુરુગ્રામમાં વિકી શર્માના ઘરે રોકાયા હતા. પોલીસ સૂત્રો અનુસાર ચારેય વિકી શર્માના મિત્રો છે.

6. લલિત, હરિયાણા

આ પાંચ પાત્રો સિવાય વધુ એક નામ સામે આવ્યું છે. તે લલિત છે, જે હરિયાણાનો રહેવાસી છે. ગુરુવારે રાત્રે તેણે આત્મસમર્પણ કર્યું.

LOKSABHA SECURITY BREACH

13 ડિસેમ્બરે બે આરોપીઓ અને બે સહયોગીઓને ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ચાર આરોપીઓ સામે UAPAની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કહ્યું- આ એક પ્લાનંટ એટેક હતો.

દિલ્હી પોલીસની વિશેષ ટીમ શનિવાર અથવા રવિવારે સંસદમાં સુરક્ષા ક્ષતિના દ્રશ્યને ફરીથી બનાવશે. આ માટે તમામ આરોપીઓને સંસદ સંકુલમાં લઈ જવામાં આવશે. દિલ્હી પોલીસ એ શોધી કાઢશે કે આરોપીઓ સંસદ ભવનમાં કેવી રીતે ઘૂસ્યા? કેવી રીતે તેમની યોજનાને અંજામ આપ્યો?

આ પણ વાંચો: ભારતીય સંસદમાં સુરક્ષા ભંગ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments