દૂનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, રશિયા યુક્રેન યુદ્ધ હજું શાંત નથી પડ્યું, ત્યાં તો મીડલ ઈસ્ટમાં ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું છે, 100 વર્ષ જૂના સરહદી વિસ્તારનો સમગ્ર મામલો છે, જેને લઈ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન ફરી એક વખત સામ સામે આવી ગયા છે.
મધ્ય-પૂર્વના દેશથી જે ધૂમાડા બહાર આવ્યા છે,,,તેની હકીકત એ છે કે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગાઝાપટ્ટીનો વિસ્તાર આવેલો છે. કે જ્યાં બંને દેશો આ વિસ્તારમાં પોત-પોતાના હકનો દાવો કરે છે,,, જેને લઈ પાછલા 100 વર્ષથી બંને દેશ વચ્ચે સંધર્ષ ચાલી રહ્યો છે. જેના પગલે હાલમાં જ પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટથી હુમલો કર્યો છે. જેમાં 6 લોકોનાં મોત જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે, માહિતી એવી પણ મળી રહી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ હુમલા બાદ ઈઝરાયેલે પણ બાયો ચઢાવી છે અને વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.
- હમાસે ઈઝરાયેલ પર રોકેટથી કર્યો હુમલો
- હુમલામાં 6 ના મોત, 200 ઘાયલ
- ઈઝરાયેલે કરી લાલ આંખ, યુદ્ધની જાહેરાત
ઈઝરાયેલ વિરોધી આતંકવાદી સંગઠન હમાસે દાવો કર્યો છે કે રોકેટ હુમલાની વચ્ચે તેઓએ પાંચ ઈઝરાયેલ આઈડીએફ સૈનિકોનું પણ અપહરણ કર્યું છે. હમાસે દાવો કર્યો છે કે તેમણે ઈઝરાઇલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો છે. હમાસે આ હુમલાઓની જવાબદારી લીધી છે અને ઈઝરાઇલ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે. અહીં ઈઝરાઇલની સેનાએ એ પણ કહ્યું છે કે તેઓ યુદ્ધ માટે તૈયાર છે. સેનાએ તેના સૈનિકો માટે ‘રેડીનેસ ફોર વોર’નું એલર્ટ જાહેર કર્યું છે. ઇઝરાયેલ સરકારે તેના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
- મિડલ ઈસ્ટમાં વોર
- ઈઝરાઇલ પર 5 હજાર રોકેટ વડે હુમલો
- હમાસે લીધી આ હુમલાઓની જવાબદારી
- ઈઝરાઇલની સેના છે યુદ્ધ માટે તૈયાર
- ‘રેડીનેસ ફોર વોર’નું એલર્ટ જાહેર
- નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ

આ બંને દેશ વચ્ચેના ઝઘડા અને તેના ઈતિહાસ પર નજર કરીએ તો..
ઈઝરાયલ VS ફિલિસ્તીનનો ઈતિહાસ
વર્ષ 1907
યહુદિના લિડર ચાઈમ વાઈજમેન ફિલીસ્તીન આવ્યા
ત્યારબાદ ફિલીસ્તીનમાં યહુદીની સંખ્યા વઘવા લાગી
પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ ફિલીસ્તીન પર બ્રિટને કબ્જો કર્યો
અરબ મુસ્લિમોની સંખ્યા વધારે અને યહૂદી અલ્પસંખ્યક હતા
વર્ષ 1920-1947
બ્રિટનને ફિલીસ્તીનમાં યહૂદીઓ માટે દેશ બનાવવાનું કામ સોપાયુ
સેંકન્ડ વર્લ્ડ વોરમાં હીટલરે લાખો યહૂદીઓનો જનસંહાર કર્યો
યહૂદીઓની સમસ્યાના સમાધાન વગર અંગ્રેજોએ ફિલીસ્તીન છોડ્યું
વર્ષ 1948
યહુદી નેતાએ ઈઝરાયલ દેશની ઘોષણા કરી
ફિલીસ્તીનના વિરોધ બાદ 8 મહિનાનું યુદ્ધ થયું
ફિલીસ્તીન સાથે અરબ અને ઈઝરાયલ સાથે પશ્ચિમી દેશો આવ્યા
ફિલીસ્તીનીઓને તેમના ઘરમાંથી ભગાડવામાં આવ્યા
અરબ મુસ્લિમ આ દિવસને ‘અલ નકબા’ એટલે કે વિનાસનો દિવસ કહે છે
વર્ષ 1949
ઈઝરાયેલ સેનાએ 7.50 લાખ ફિલીસ્તીનીઓને ભગાવી જમીન પર કબ્જો કર્યો
ત્યાર બાદ એક ભાગ બન્યો જેને સ્ટેટ ઓફ ઈઝરાયલ કહેવાયું
જે જમીન જોર્ડન પાસે આવેલી છે તેને વેસ્ટ બેંક નામ મળ્યું
જે વિસ્તાર પર મિસ્રએ કબ્જો કર્યો તે બન્યુ ગાઝા સ્ટ્રિપ બન્યું
ફિલિસ્તીનની રાજધાની યરુશલમને બે વિભાગમાં વહેચાયું
વર્ષ 1967
ઈઝરાયલે મિસ્ર, જોર્ડન, અને સીરિયાને હરાવ્યા
યરુશલન,વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઈટ્સ પર કબ્જો કર્યો
આ યુદ્ધ 6 દિવસ ચાલ્યુ જેને સિક્સ ડે વોર કહેવાયું
વર્ષ 1973
અરબ દેશોએ ઈજિપ્તના નેતૃત્વ સાથે ઈઝરાયલ પર હુમલો કર્યો
આ હુમલો યહૂદીના પવિત્ર દિવસ યોમ કિપુરના દિવસે કરાયો
ઈઝરાયલે ફરી અમેરિકાની મદદથી અરબ દેશોને હરાવ્યા
વર્ષ 1974
UNને ફિલીસ્તીનના બે ભાગ પાડ્યા
એક યહૂદી માટે એક ફિલિસ્તીન માટે
યરુશલેમને ઈન્ટરનેશનલ સિટી જાહેર કર્યુ જેનું યહૂદીઓએ સમર્થન કર્યુ
વર્ષ 1982
ઈઝરાયલે ફિલિસ્તીની ઉગ્રવાદીઓ પર હુમલો કરવા લેબનાનમાં ઘૂસપેઠ કરી
વર્ષ 1987
ફિલીસ્તીને વિદ્રોહ શરૂ કરી હિંસક પ્રદર્શનો કર્યા હતા
આ વચ્ચે ઈઝરાયલે યરુશલેમને પોતાની રાજધાની જાહેર કરી
વર્ષ 2000-2002
ફરી ફિલીસ્તીને વિદ્રોહ કર્યો
ઈઝરાયલે વેસ્ટ બેંકમાં ઘૂસણખોરી કરી જે ગૈર કાનૂની ગણાયુ
વર્ષ 2006
38 વર્ષનો કબ્જો છોડી ઈજરાયલ સેનાએ ગાઝા છોડ્યુ
ગાઝામાં હમાસે ચૂંટણી જીતી
વર્ષ 2008
ફિલીસ્તીને ઈજિપ્તની મોકલેલી મિસાઈલથી ઈઝરાયલ પર હુમલો કર્યો
ઈઝરાયલે વડતો પ્રહાર કરતા ગાઝા પર હુમલો કર્યો
જેમાં ફિલિસ્તીનના 1 હજાર 110 અને ઈઝરાયલના 13 લોકોના મોત થયા
વર્ષ 2012
ઈઝરાયલે હમાસના મિલિટ્રી ચીફ અહમદ જબારીને માર્યો
જેના જવાબમાં ગાઝાથી રોકેટ દાગવામા આવ્યા અને ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરી
વર્ષ 2014
હમાસે 3 ઈઝરાયલી બાળકોને માર્યા
બદલામાં ઈઝરાયલ મિલીટ્રીએ અટેક કર્યો અને લડાઈ 7 સપ્તાહ ચાલી
વર્ષ 2017
અમેરિકાએ યરુશલમને ઈઝરાયલની રાજધાની જાહેર કરી
વર્ષ 2018
ગાઝામાં ફરી પ્રદર્શન શરૂ થયા
ઈઝરાયલી સેના પર પથ્થર અને બોંમ્બ મારો થયો
જેના જવાબમાં ઈઝરાયલે 170 પ્રદર્શન કારીઓને માર્યા
વર્ષ 2021
ફિલીસ્તીન ઉગ્રવાદીઓ અને ઈઝરાયલ પોલીસ વચ્ચે અથડામણ થઈ
અથડામણ વચ્ચે હમાસે યરુશલમ પર રોકેટ છોડ્યા
વર્ષ 2023
એપ્રિલમામં યેરુશલમના અલ-અક્સા મસ્જિદમાં પોલીસ અને ફિલિસ્તીનીયો વચ્ચે અથડામણ
ઈઝરાયલ પોલિસે મસ્જિદમાં ગ્રેનેડ ફેક્યા
હમાસે ત્યાર બાદ 9 રોકેટ દાગ્યા હતા
ઓક્ટોબરમાં શનિવારે હમાસે ફરી ઈઝરાયલ પર હુમલો કર્યો 22 લોકોના મોત થયા
ઈઝરાયલના પીએમે કહ્યુ ISRAEL IS AT WAR

હવે નજર કરીએ કે ગાઝા સ્ટ્રિપમાંથી હમાસ શું એટલુ મજબુત છે કે વારંવરા ઈઝરાયલને છંછેડે છે
હમાસ કેમ અને કેવી રીતે બન્યુ ?
1948માં ઈઝરાયલના જન્મ બાદ ફિલીસ્તીન સાથે વારંવાર સંધર્ષ થતો
ઈઝરાયલે 1970ના દશકમાં ઉદારવાદી ફિલીસ્તાન નેતાઓના વિરોધમાં સંગઠન બનાવ્યું
ફિલીસ્તીનના કટ્ટરપંથીઓનું આ સમુહ જ હમાસ કહેવાયુ
જોકે હમાસની ઔપચારિક સ્થાપના 1987માં થઈ હોવાનું મનાય છે
પરંતુ હમાસનું ગઠન ઈઝરાયલની જ એક ભૂલ હતી
જે ઈઝરાયલના પૂર્વ જનરલ યિત્ઝાક સેજેવે માન્યુ
ઝેર થી ઝેર મારવાની આ નિતી એ ઐતિહાસિક ભૂલ હતી: યિત્ઝાક સેજેવે
ઈઝરાયલ સરકારે હમાસ માટે બજેટ આપ્યુ તેનો અફસોસ છે: યિત્ઝાક સેજેવે
હમાસે ફિલીસ્તીનના લિબરલ લીડરશિપને ધીરે ધીરે દૂર કર્યા
પોતે ફિલીસ્તીન આંદોલનના નેતા બની ગયા જેમાં 90% યુવા હતા
હમાસને તુર્કિયે અને કતારથી ફંડિંગ મળે છે
ઈરાનથી હમાસને હથિયાર અને ફંડિંગ બન્ને મળે છે
જોકે વારંવાર હમાસ ઈઝરાયલ પર હુમલો કરે છે અને હારે છે
મહત્વનું છે કે ઈઝરાઇલે આ આતંકવાદી હુમલાને સરપ્રાઈઝ એટેક ગણાવ્યો. હુમલા સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ હુમલાને લઈને ઈઝરાઇલ ડિફેન્સ ફોર્સ તરફથી એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે આજે સવારે સાયરન સાથે ઘટના બની છે. કારણ કે ગાઝા તરફથી અમારા પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. પરંતુ અમે અમારી રક્ષા કરવામાં સક્ષમ છીએ. હવે આ યુધ્ધ કેટલા સમય સુધી ચાલે છે તે જોવું રહ્યુ.