શાંતિપ્રિય ગુજરાતની જનતાએ એ સમય પણ જોયો છે જ્યારે શહેરોમાં દર બીજા દિવસે કરફ્યૂ લાગી જતા.. ધોળે દિવસે પણ લોકો ઘરની બહાર નીકળતા ગભરાતા હતા. પરંતુ નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં ગુજરાતમાં રમખાણો હવે ભૂતકાળ બની ગયા છે..
એક સમય હતો જ્યારે ગુજરાતમાં રમખાણો સામાન્ય બની ગયા હતા. કેટલાક શહેરોમાં તો દર બીજા દિવસે કરફ્યૂ લાદી દેવાતો.. ત્યારબાદ નરેન્દ્રભાઈએ ગુજરાતનું સુકાન સંભાળ્યું અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે બદલી નાખી કે આજના યુવાનોને ખબર નથી કે કર્ફ્યુ શું છે.. ગુજરાત આજે દીકરીઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે. બહેતર કાયદો અને વ્યવસ્થાને કારણે ગુજરાતમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને પણ વેગ મળ્યો છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે, જેનું એક મુખ્ય કારણ રાજ્યની બહેતર કાયદો અને વ્યવસ્થા પણ છે.
દેશનું ‘વિકાસ એન્જિન’ બન્યું ગુજરાત
22 વર્ષ પહેલા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા આજે પણ વણથંભી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દીર્ધદ્રષ્ટિથી શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટથી ગુજરાતના વિકાસને નવો વેગ મળ્યો અને આજે ગુજરાત દેશમાં વિકાસના એન્જિન તરીકે ખ્યાતનામ તો છે જ સાથે સાથે અન્ય રાજ્યોને પણ દિશાદર્શન કરાવી રહ્યું છે.
ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે વાઈબ્રન્ટ સમિટ શરૂ કરી. આ એક ઇવેન્ટમાંથી એક સંસ્થામાં વિકાસ પામી અને તે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણા બની. ઉદ્યોગો માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, ઇન્ડસ્ટ્રીઝ પોલિસી, ટેક્સટાઇલ પોલિસી જેવી વિશેષ નીતિઓ બનાવવામાં આવી હતી. ગુજરાતમાં સ્પેશિયલ ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. વર્ષ 2016-17થી ગુજરાત સતત ચોથી વખત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.
વર્ષ 2000થી 2022 સુધીમાં ગુજરાતને 55 બિલિયન યુએસ ડોલરનું મુડીરોકાણ પ્રાપ્ત થયું. નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતનું GSDP મૂલ્ય 22.61 લાખ કરોડ છે. નરેન્દ્રભાઈના અથાગ પ્રયાસોથી ગુજરાતમાં મજબૂત આર્થિક પાયો નખાયો અને દેશની માત્ર 6 ટકા જમીન અને 5 ટકાવસ્તી ધરાવતું ગુજરાતે રાજ્ય ‘ભારતનું વિકાસ એન્જિન’ તરીકેનું ગૌરવ મેળવ્યું. હાલ ગુજરાત દેશના GDPમાં અંદાજિત 8 ટકા જેટલું યોગદાન આપે છે.