Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONAL4th Phase Voting: સૌથી વધુ બંગાળ, સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં મતદાન

4th Phase Voting: સૌથી વધુ બંગાળ, સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં મતદાન

Share:

લોકસભા ચૂંટણીના 4th Phase Voting માં 09 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો પર આજે મતદાન પૂર્ણ થયું. આ ઉપરાંત આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકો અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો પર પણ મતદાન પૂર્ણ થયું. ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તાપમાનમાં સતત વધારો થતા દરેક મતદાન મથકો પર સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચોથા તબક્કામાં થયું મતદાન

4th Phase Voting માં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તરપ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશની 8, બિહારની 5, ઝારખંડની 4, ઓડિશાની 4, અને જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 1,540 પુરુષ અને 170 મહિલા ઉમેદવારો હતા. આજે દેશમાં સરેરાશ 67.71 ટકા મતદાન થયું છે. ચોથા તબક્કામાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. પશ્ચિમ બંગાળમાં 78.44 ટકા મતદાન થયું. જ્યારે સૌથી ઓછું મતદાન 37.98 ટકા જમ્મુ-કાશ્મીરમાં થયું છે.

4th phase voting

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની બેઠક માટે પણ મતદાન થયું હતું. છેલ્લી મળતી મુજબ આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠક માટે 78.36 ટકા મતદાન થયું. તો ઓડિશામાં વિધાનસભાની 28 બેઠક માટે 73.97 ટકા મતદાન થયું.

164 બેઠકો માટે મતદાન બાકી

ચોથા તબક્કાના પૂર્ણ થતા હવે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મેઘાલય, તમિલનાડુ, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, ત્રિપુરા, આંદામાન નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, ત્રિપુરા, આસામ, ગોવામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં કુલ 543 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાંથી કુલ 379 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. એટલે કે, બાકીના 3 તબક્કામાં 164 બેઠકો માટે મતદાન થશે. જેમાં હરિયાણા ,દિલ્હી અને પંજાબમાં તમામ બેઠકો પર મતદાન થશે.

આ પણ વાંચો: Gujarat Lok Sabha Election: વલસાડમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments