Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeNATIONALWorld Hindi Day: હિન્દીના મહત્વથી દરેકને વાકેફ કરવાનો ઉદ્દેશ્ય

World Hindi Day: હિન્દીના મહત્વથી દરેકને વાકેફ કરવાનો ઉદ્દેશ્ય

Share:

દેશ અને વિદેશમાં હિન્દીના મહત્વથી દરેકને વાકેફ કરવા અને હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે વૈશ્વિક સ્તરે World Hindi Day ઉજવવામાં આવે છે. જોકે, હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે, જેમાંથી એક વિશ્વ હિન્દી દિવસ છે અને બીજો રાષ્ટ્રીય હિન્દી દિવસ છે.

14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.

World Hindi Day માટે દર વર્ષે વિવિધ થીમ તૈયાર કરવામાં આવે છે. સાથે જ આ વર્ષ એટલે કે વર્ષ 2025 માટે વિશ્વ હિન્દી દિવસની થીમ “એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ” છે. જેનો ઉદ્દેશ્ય ભાષાકીય અને આંતરરાષ્ટ્રીય વિનિમય માટે હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો – V Narayanan : ISRO ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત

ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે. પર્શિયા (હવે ઇરાન)ના લોકો સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હેંડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અપભ્રંશ થઇને હિન્દી થઇ ગયો.આપણે એ પણ જાણીએ કે ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments