એક બાજુ જ્યાં લાખો લોકોનો ભોગ લેનારી ખતરનાક મહામારી કોવિડ-19નો અંત જોવા મળી રહ્યો છે. ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠને તેનાથી પણ ઘાતક વાયરસ ડિસીઝ એક્સની ચેતવણી આપી છે.
- આવી રહ્યો છે ડિસીઝ-X વાયરસ
- ડિસીઝ-ંX કોરોના કરતા વધુ ખતરનાક
- નવી મહામારીના WHOના સંકેત
- નવી મહામારી મચાવશે મોતનું તાંડવ
વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ લોકોના તેનાથી મોત થઇ શકે છે. તેની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ બીમારી કોરોના કરતા પણ ઘાતક સાબિત થઇ શકે છે. WHO દ્વારા આ નવી મહામારીનું નામ ‘ડિસીઝ X’ રાખવામાં આવ્યું છે. ડિસીઝ X’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. આ મહામારી વિશ્વમાં પહેલાથી જ હાજર વાયરસથી ફેલાઈ શકે છે.
ત્યારે અમે તમને જણાવી દઈએ કે ડિસીઝ-X શું છે… ડિસીઝ એક્સ એક એવી બીમારી બની શકે છે જે ભવિષ્યમાં ભયાનક મહામારીમાં ફેરવાઈ શકે છે.. કોરોના વાયરસ પણ પહેલા ડિસીઝ એક્સ જ હતો.. WHO 2018માં પહેલીવાર ડિસિઝ એક્સનો ઉપયોગ કર્યો હતો.. ત્યારબાદ ડિસીઝ એક્સની જગ્યા કોરોના-19એ લઈ લીધી.
ડિસિઝ-X કોઈપણ પ્રાણી જેમ કે વાંદરાઓ, કુતરા વગેરેથી ફેલાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ‘ડિસીજ X’ એક ખતરનાક રોગ હોઈ શકે છે. ઉપરાંત ઇબોલા એચઆઇવી એઇડ્સ, કૉવિડ જેવા રોગો ફેલાવીને મનુષ્યોને સંક્રમિત કરી શકે છે…ડિસિઝ-X લોકોએ ગભરાવવાની જરૂર નથી. તેના પ્રકોપને રોકવા માટે અને તેનો સામનો કરવા માટે દુનિયાભરના મેડિકલ એક્સપટર્સ રિસર્ચ કરી રહ્યાં છે.. બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ ‘ડિસીઝ X’ સામે વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સીના કહેવા મુજબ ક્લાઈમેટ ચેન્જ જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં રોગચાળાની શક્યતાઓ વધારી રહ્યા છે. આ મામલે તૈયારીઓમાં સક્રિય ભૂમિકા નિભાવની પણ અપીલ કરી છે.