રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન Vaibhav Suryavanshi એ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં Gujarat Titans સામે 35 બોલમાં સદી ફટકારીને Indian Premier League ના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. સૂર્યવંશી (14 વર્ષ 32 દિવસ) એ મનીષ પાંડે (19 વર્ષ 253 દિવસ), Rishabh Pant (20 વર્ષ 218 દિવસ) અને દેવદત્ત પડ્ડિકલ (20 વર્ષ 289 દિવસ) ને પાછળ છોડીને રેકોર્ડ તોડ્યો હતો.
Rajasthan Royals ના વૈભવ સૂર્યવંશીએ IPLમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે માત્ર 35 બોલમાં રાશિદ ખાનની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. વૈભવ પહેલા, Chris Gayle એ 2013 માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે. વૈભવ આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ બન્યો. તેમના પછી યુસુફ પઠાણનો નંબર આવે છે જેણે 2010 માં મુંબઈ સામે 37 બોલમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો – Padma Awards 2025: ગુજરાતની 05 વિભૂતિઓને કરાયા સન્માનિત
ગુજરાત સામે 210 રનનો પીછો કરતા સૂર્યવંશીએ આક્રમક બેટિંગ કરી હતી. તેણે અનુભવી ઇશાંત શર્માની ઓવરમાં ત્રણ છગ્ગા, બે ચોગ્ગા અને કેટલાક વધારાના રનની મદદથી 28 રન કર્યા હતા. તે સિવાય ગુજરાતના બોલર કરીમ જનાતની ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ વૈભવને 101 રન પર બોલ્ડ કર્યો હતો. વૈભવ આઈપીએલમાં રમનાર સૌથી યુવા ખેલાડી પણ છે. ગયા વર્ષે વૈભવ આઈપીએલ હરાજીમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો હતો જ્યારે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. 2024ની સીઝનમાં તેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું હતું.
27 માર્ચ 2011ના રોજ બિહારમાં જન્મેલા વૈભવે જાન્યુઆરી 2024માં બિહાર માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તે માત્ર 12 વર્ષ અને 284 દિવસનો હતો. 2024-25માં વિજય હજારે ટ્રોફીમાં બરોડા સામે પોતાની શરૂઆતની મેચમાં વૈભવે 42 બોલમાં 71 રન બનાવ્યા અને લિસ્ટ-એમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બન્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વૈભવના નામે સૌથી ઝડપી યુવા ટેસ્ટ સદીનો રેકોર્ડ છે. તેણે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે 58 બોલમાં સદી ફટકારી હતી. તેણે બે મહત્વપૂર્ણ અડધી સદી ફટકારીને ભારતને ACC અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.