રાજસ્થાને 13 વર્ષના Vaibhav Suryavanshi ને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. બિહારનો એક ખેલાડી આ સિઝનથી IPLમાં ડેબ્યૂ કરશે. Vaibhav Suryavanshi એ અંડર-19માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. તેણે 12 વર્ષની ઉંમરે પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સે હરાજીમાં વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસમાં સૌથી નાની ઉંમરનો કરોડપતિ બન્યો. તેમના પહેલા પ્રયાસ રે બર્મન 16 વર્ષની ઉંમરે IPLમાંથી કરોડપતિ બની ગયા હતા. IPL મેગા ઓક્શનમાં કરોડપતિ બનેલા 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને કાર્ટૂન જોવાની આદત હતી. તેના પિતા સંજીવે જણાવ્યું કે જ્યારે ક્રિકેટ પ્રત્યે તેનો જુસ્સો વધી ગયો ત્યારે વૈભવે ડોરેમોન જોવાનું બંધ કરી દીધું. વૈભવ બિહારના સમસ્તીપુર જિલ્લાના નાના ગામ મોતીપુરનો રહેવાસી છે.
આ પણ વાંચો – WACT 2024: મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની જીત
વૈભવને આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતની અંડર-19 ટીમમાં તક મળી હતી. જ્યાં તેણે બિનસત્તાવાર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે સદી ફટકારી હતી. તે આંતરરાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. આ પછી તેને અંડર-19 એશિયા કપની ટીમમાં પણ તક મળી. ટીમ ઈન્ડિયાની મેચ અહીં 30મી નવેમ્બરે પાકિસ્તાન સામે રમાવાની છે.