અમેરિકામાં ચક્રવાત Helene ના કારણે શુક્રવારે 12 રાજ્યોમાં 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. 1 કરોડ 20 લાખ લોકો તેનાથી પ્રભાવિત છે. અમેરિકાના ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, વર્જિનિયા અને અલાબામામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
આ રાજ્યોમાં 1000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. 4 હજારથી વધુ ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. Helene વાવાઝોડું શુક્રવારે સવારે ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તે સમયે 225 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પાણી ભરાઈ જવાને કારણે લોકો હોડીઓ ચલાવીને ઘર તરફ જઈ રહ્યા છે. સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં 5 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો: Param Rudra Supercomputers: પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોન્ચિંગ
તોફાનના કારણે 20 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. ફ્લોરિડાના ગવર્નર રોન ડી-સેન્ટિસે પહેલાથી જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી હતી. ફ્લોરિડાની રાજધાની તલ્લાહસીના મેયર જોન ડેલીએ જણાવ્યું હતું કે શહેરમાં ત્રાટકનાર આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન હોઈ શકે છે. જેના કારણે શહેરને ઘણું નુકસાન થઈ શકે છે.
હેલેનના કારણે જ્યોર્જિયાના વ્હીલર કાઉન્ટીમાં ખેતરમાં પાર્ક કરેલી ટ્રોલી ઉડીને હાઈવે પર પડી હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. બે વાહનો પણ તેની સાથે અથડાયા હતા, જો કે કેટલા લોકો ઘાયલ થયા તે જાણવા મળ્યું નથી.