તુર્કી અને સિરિયામાં આવેલા 3 મોટા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. બંને દેશમાં મૃત્યુઆંક 15 હજારને પાર થઈ ગયો છે. ઘાયલોની સંખ્યા 40 હજારથી વધી છે.. WHO અને UN સહિત વિશ્વના 70થી વધુ દેશો મદદ માટે આગળ આવ્યા છે. હાલ સિરિયામાં 3 લાખ લોકો ઘર વિહોણા બન્યા છે અને કાતિલ ઠંડીના કારણે મોતને ભેટી રહ્યા છે.
તુર્કીમાં ભારે ઠંડીની વચ્ચે હિમવર્ષા થઈ રહી છે
ઘરવિહોણા થયેલા અનેક લોકો તીવ્ર ઠંડીને કારણે મોતને ભેટયા
નીચા તાપમાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે
ઘણાં શહેરોમાં તાપમાન 9થી માઈનસ 2 ડીગ્રી સેલ્સિયસ પહોંચ્યું
તુર્કીમાં ભૂકંપ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભૂકંપે ચારેય તરફ વિનાશ વેર્યો છે. કાટમાળમાં અનેક મૃતદેહો દટાયેલા પડ્યા છે. ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે.. જેના કારણે હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે. બીજી તરફ તુર્કીમાં ભારે ઠંડીની વચ્ચે હિમવર્ષા થઈ રહી છે. ઘરવિહોણા થયેલા અનેક લોકો તીવ્ર ઠંડીને કારણે મોતને ભેટી રહ્યા છે. નીચા તાપમાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ઘણાં શહેરોમાં તાપમાન 9થી માઈનસ 2 ડીગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. સરકાર પર વધતા લોકોના ગુસ્સા વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સ્વીકાર્યું છે કે ભૂકંપ બાદ અમે શરૂઆતમાં લોકોને રાહત પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. ખરેખર ભૂકંપ પછી ઘણા વિસ્તારોમાં લોકોએ બચાવકર્મીઓના મોડા આવવાની તેમજ સમયસર રાહત સામગ્રી ન મળવાની ફરિયાદ કરી હતી અને સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યા હતા. સરકાર તમામ લોકોને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે અને દેશમાં કોઈપણ લોકો ઘરવિહોણા નહીં રહે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું કે તેની પાસે સિરિયામાં લોકોને એક અઠવાડિયા સુધી ખવડાવવા માટે પૂરતો ખોરાક છે. ભારત ઓપરેશન દોસ્ત હેઠળ પણ મદદ મોકલી રહ્યું છે. તુર્કી અને હિન્દી ભાષાઓમાં દોસ્ત શબ્દનો ઉપયોગ થાય છે, તેથી આ ઓપરેશનનનું નામ દોસ્ત રાખવામાં આવ્યું છે.
ચેક રિપબ્લિક, ફ્રાન્સ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, અલ્જેરિયા
ઇટાલી, મોલ્ડોવા, અલ્બેનિયા, ઉઝબેકિસ્તાન, હંગેરી, જર્મની
સર્બિયા, સ્લોવાકિયા, આર્મેનિયા, ગ્રીસ અને કતારે મદદ મોકલી
2017માં ઈરાન-ઈરાકમાં સરહદ પાર ભૂકંપ આવ્યો હતો
ઈરાકના કુર્દીશ શહેરથી પ્રાંત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
જેમાં 630 લોકોનાં મોત થયાં હતાં, 8 હજારઘાયલ થયા હતા
વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, તેની તીવ્રતા ઓછી હોય
નેશનેલ અર્થક્વેક ઈન્ફોર્મેશન કેન્દ્ર પાસે વર્ષેનો 20,000 ભૂકંપ રેકોર્ડ
એમાંથી 100 ભૂકંપ એવા હોય છે જે વધુ નુકસાન કરે
તુર્કી અને સિરિયાની મદદે 70 દેશ આવ્યા છે. જેમાં ચેક રિપબ્લિક, ફ્રાન્સ, માલ્ટા, નેધરલેન્ડ, પોલેન્ડ, અલ્જેરિયા, ઇટાલી, મોલ્ડોવા, અલ્બેનિયા, ઉઝબેકિસ્તાન, હંગેરી, જર્મની, સર્બિયા, સ્લોવાકિયા, આર્મેનિયા, ગ્રીસ અને કતારે પણ મદદ મોકલી છે.. 2017માં ઈરાન-ઈરાકમાં સરહદ પાર ભૂકંપ આવ્યો હતો. ઈરાકના કુર્દીશ શહેર હલાબજાથી ઈરાનના કર્માનશાહ પ્રાંત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 630 લોકોનાં મોત થયાં હતાં, 8 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. નેશનેલ અર્થક્વેક ઈન્ફોર્મેશન કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે. એમાંથી 100 ભૂકંપ એવા હોય છે જે વધુ નુકસાન કરે છે. પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ ભારતમાં 2004માં હિન્દ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપના આંચકા 10 મિનિટ સુધી અનુભવાયા હતા.પરંતુ આટલી જાનહાનિ થઈ ન હતી.