ભયાનક ભૂકંપે તુર્કીની તસવીર બદલી નાખી છે, હાલ તુર્કી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનું ચલણ લીરા સતત નબળું પડી રહ્યું છે અને મોંઘવારી દર 57%ની નજીક છે… મોંઘવારી વધવાથી પ્રજા પરેશાન છે તે જ સમયે, તુર્કી અને સીરિયામાં સોમવારે સવારે આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપથી મુશ્કેલીમાં વધારો થયો છે, આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, તુર્કી અને સીરિયાના ભાગોને હચમચાવી દેનારા ઘાતક ભૂકંપથી લગભગ લગભગ 8.2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ભૂકંપથી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો
અનેક ઈમારતો ધરાશાયી થવાથી ભારે નુકસાન
ઉત્પાદનમાં નુકસાનને કારણે માલની નિકાસમાં વિલંબ
વીજ પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલીમાં વધારો
આવકમાં ઘટાડો અને જાહેર ક્ષેત્રના ખર્ચમાં વધારો
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, તુર્કી અને સીરિયાના ભાગોને હચમચાવી દેનારા ઘાતક ભૂકંપથી લગભગ 8.2 હજાર કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન છે… જાન્યુઆરી 2020માં આ જ પ્રદેશમાં 6.7ની તીવ્રતાના ભૂકંપને કારણે આશરે રૂ. 4.9 હજાર કરોડનું નુકસાન થયું હતું.
ભૂકંપથી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો
ઓક્ટોબર 2022માં તુર્કીમાં મોંઘવારી દર 85.5 ટકા હતો
ઓક્ટોબર છેલ્લા 24 વર્ષની સર્વોચ્ચ સપાટી હતી
જાન્યુઆરીમાં મોંઘવારી ઘટીને 57.7 ટકા થયો હતો
એક મહિના પહેલા ડિસેમ્બરમાં તે 64.3 ટકા હતો
ડોલરની સરખામણીએ તુર્કીની કરન્સી લીરા 18.83 પર પહોંચી
એક વર્ષમાં ચલણ લગભગ 38% નબળું પડ્યું
2018માં પણ તુર્કીમાં કટોકટી જોવા મળી હતી.પરંતુ તે પછી તે યુએસ પ્રતિબંધોને કારણે હતી વર્તમાન પરિસ્થિતિ સાવ જુદી છે. આગામી દિવસોમાં તુર્કીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છેઅન્ય દેશોની સેન્ટ્રલ બેંકો મોંઘવારીને નિયંત્રણમાં લાવવા વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.