Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeINTERNATIONALTrain Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, અનેક સૈનિકો માર્યા ગયા

Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, અનેક સૈનિકો માર્યા ગયા

Share:

જાફર એક્સપ્રેસનો Train Hijack નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં Baluch Liberation Party (BLA) એ મંગળવારે જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને હાઇજેક કરી લીધો. હવે લગભગ 24 કલાક બાદ સેનાની કાર્યવાહીમાં 27 બળવાખોરો માર્યા ગયા છે.

Quetta થી Peshawar જતી આ ટ્રેનમાં 425 લોકો સવાર હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. BLAએ આમાંથી 214 મુસાફરોને બંધક બનાવ્યા, જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ 155 બંધકોને મુક્ત કર્યા છે. બાકીનાને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે.

Train Hijack

BLAએ પકડાયેલા મુસાફરોને યુદ્ધ કેદીઓ ગણાવ્યા છે અને તેમના બદલામાં Pakistan માં જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલ વ્યક્તિઓ, લડવૈયાઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માંગણી કરી છે. આ માટે BLAએ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLAનું કહેવું છે કે આ નિર્ણય બદલાશે નહીં.

બલૂચ લિબરેશન આર્મીએ બોલાનના મશકાફમાં ગુડાલર અને પીરુ કુનરીની વચ્ચે હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, જેના કારણે ટ્રેનને ધીમી ગતિએ દોડાવવી પડે છે. જેનો ફાયદો ઉઠાવીને BLAએ ટ્રેન પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો – Holi 2025: આ વખતે ક્યારે ઉજ્જવાનો રંગોનો તહેવાર?

સૌથી પહેલા મશ્કફમાં ટનલ નંબર 8માં બલૂચ આર્મીએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી BLAએ ફાયરિંગ શરૂ કર્યું. ફાયરિંગમાં ટ્રેન ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને આઈએસઆઈના એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. તેઓએ BLA ના હુમલાનો જવાબ આપ્યો, પરંતુ BLA એ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન અનેક સુરક્ષા જવાનો શહીદ થયા હતા.

ઘટનાની માહિતી મળતાં જ પાકિસ્તાની સેનાએ BLA પર જમીન પર ગોળીબાર કર્યો હતો અને હવામાંથી બોમ્બ પણ છોડ્યા હતા, પરંતુ BLA લડવૈયાઓએ કોઈક રીતે આર્મીના ગ્રાઉન્ડ ઓપરેશનને અટકાવ્યું હતું.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments