Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeNATIONALTirupati Balaji: લાડુના વિવાદ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

Tirupati Balaji: લાડુના વિવાદ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

Share:

સોમવારે સુપ્રીમ કોર્ટમાં Tirupati Balaji મંદિરના લાડુમાં જાનવરોની ચરબીવાળા ઘીના ઉપયોગ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું, ‘જ્યારે CM ચંદ્રબાબુ નાયડુએ પ્રસાદમાં જાનવરોની ચરબીની તપાસ SIT ને સોંપી હતી, ત્યારે તેમને મીડિયામાં જવાની શું જરૂર હતી. ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખો.’

બેન્ચે કહ્યું- લેબનો રિપોર્ટ જુલાઈમાં આવ્યો હતો. તે સ્પષ્ટ નથી. મુખ્યમંત્રી SIT તપાસનો આદેશ આપે છે અને પછી સપ્ટેમ્બરમાં મીડિયાને નિવેદન આપે છે. બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે?

કોર્ટે Tirupati Balaji મંદિર વતી હાજર રહેલા વકીલ સિદ્ધાર્થ લુથરાને પૂછ્યું કે લાડુ બનાવવામાં દૂષિત ઘીનો ઉપયોગ થતો હોવાના શું પુરાવા છે. તેના પર તેણે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ પછી જસ્ટિસ ગવઈએ પૂછ્યું, ‘તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

લગભગ એક કલાક સુધી સુનાવણી બાદ બેન્ચે કહ્યું કે અમે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સૂચન ઈચ્છીએ છીએ કે આ કેસની તપાસ SIT દ્વારા થવી જોઈએ કે કોઈ સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા. 3 ઓક્ટોબરે બપોરે 3:30 કલાકે તમામ અરજીઓની એકસાથે સુનાવણી થશે.

આ પણ વાંચો: Hezbollah: ચીફ હસન નસરાલ્લાહનો મળ્યો મૃતદેહ

આજે કોર્ટમાં ડો.સુબ્રમણ્યમ સ્વામી, વાય.વી. સુબ્બા રેડ્ડી, વિક્રમ સંપથ અને દુષ્યંત શ્રીધર ઉપરાંત સુરેશ ચવ્હાણની 4 અરજીઓ હતી. સ્વામી વતી વરિષ્ઠ વકીલ રાજશેખર રાવ, વાય.વી. સુબ્બા રેડ્ડી વતી સિદ્ધાર્થ લુથરા, આંધ્ર પ્રદેશ સરકાર વતી મુકુલ રોહતગી અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments