અમેરિકા પર ફરી એકવાર શટડાઉનનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં અમેરિકા આર્થિક મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિક પાર્ટી વચ્ચેના આંતરિક ખટરાગને કારણે જનતાને ભોગવવાનો વારો આવ્યો. જોઈએ સમગ્ર માહિતી આ અહેવાલમાં.
દુનિયાના સુપરપાવર્સ કહેવાતા ચીન પછી હવે અમેરિકાની ઈકોનોમી પણ પડી ભાંગવાના એંધાણ દેખાઈ રહ્યા છે,.. અમેરિકાની અર્થવ્યવસ્થાના માથે ફરી એકવાર આર્થિક ખતરો તોળાઈ રહ્યો છે, અમેરિકા પર દેવાનો બોજ 33 ટ્રિલિયન ડોલરનો આંક વટાવી રહ્યો છે, નવું દેવું ઉભું કરવા સરકારે સંસદની મંજૂરી લેવી પડે તેમ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના કારણે રિપબ્લિકન પાર્ટી મમતે ચડી છે, જો સંસદ દ્વારા મંજૂરી ન મળે તો નાણાકીય સંકટ વધી શકે છે,. અને 30 સપ્ટેમ્બર સુધીમાં હંગામી ખર્ચા માટે જરૂરી રકમ ઊભી કરવા ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે સમજૂતી નહીં થાય તો શટડાઉનની સ્થિતિ લાગુ થઈ શકે છે.
શટ ડાઉનને કારણે 1 ઓક્ટોબરથી સરકારી સેવાઓ ઠપ થઈ શકે છે, શટડાઉન ટાળવા રાષ્ટ્રપતિ બાઈડન મરણિયા બન્યા છે, શટડાઉનની સ્થિતિમાં સરકારી કર્મચારીઓને પગાર કરવાના ફાંફા પડશે, સાથે જ દર અઠવાડિયે અમેરિકન ઈકોનોમીને 6 અબજ ડોલરનો ફટકો પડશે. અગાઉ ટ્રમ્પનાં શાસનકાળમાં 35 દિવસ લાંબું શટડાઉન ચાલ્યું હતું, અને તમામ સરકારી કામકાજ ખોરવાઈ ગયા હતા,. તો શટડાઉન શું છે એ વિગતવાર સમજીએ.
શું છે શટડાઉન?
ડેમોક્રેટ્સ અને રિપબ્કન્સ વચ્ચે સમજૂતી નથી થતી
શટડાઉનને કારણે સરકારી કામો ખોરવાઈ જાય છે
સરકારી કામકાજો માટે મળતુ ફંડ અટકી જાય છે
ફંડ અટકતા સરકારી સેવાઓ થઈ જાય છે
લાખો સરકારી કર્મચારીઓના પગાર અટવાશે
અનિવાર્ય ન હોય એવી સરકારી સેવાઓ બંધ રહે
અમેરિકા પહેલેથી જ મંદીનો માર સહન કરી રહ્યું છે, ઈકોનોમી પર ઘેરી મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યા છે, અમેરિકામાં ફ્યૂઅલની કિંમતમાં અસહ્ય વધારો થયો છે, ઓટો ઈન્ડસ્ટ્રીનાં કર્મચારીઓ હડતાળ પર છે, મોંઘવારીએ માઝા મૂકી છે, સાથે જ આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે.